પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હાજર સો હથિયાર, ભાઈ!" દાઉદે સમજ પાડી: " ભૂત પલીત કે ડેણડાકણ હોય તો ભાગે એટાલા સારુ, હું તો સમજણો થ્યો ત્યારથી જ લોબાનની પડીકી ભેળી ને ભેળી જ રાખું છું"

"હં, પછી પાનકોરનું શું થયું?"

"પછી તો, ભાઈ, એના ખોરડાની થડોથડ દેરજેઠની ચૂનાબંધ મેડીઉં ખેંચાણી. વચ્ચે ભીંસાતી પાનકોર એના ત્રણ છોકરાને ઢાંકીને બેઠી. બેય મેડીઉંવાળાએ માન્યું કે પાનકોર અકળાઈને ખોરડું છોડી દેશે, એટલે ત્યાં આપણે રસોડાં ઉતારશું. પણ પાનકોર તો વીંછણ જેવી ચોંટી જ રહી. ઓલ્યા કે'કે , ખોરડું મૂકી દે. પાનકોર કહ્યું: લાવો કિંમત. ઓલ્યા કે'કે લે રૂપિયા એકસો. પણ પનાકોર ન માની. આખું ગામ વાત કરતું કે જો ઈ કટકો પાનકોરે દઈ દીધો હોત તો આજ ગામમાં શી રૂપાળી મેડી બનત! ગામની શોભા મારી નાખી પાનકોરે. ગામનું નાક ગણાય તેવી ઈ ઈમારતને પાનકોરે જાણી જોઈને ભૂંડી લગાડી. ગામના અમલદાર, શેઠિયાઉં - અરે ખુદ દરબારસાહેબ આવીને સમજાવી ગયા કે' પાનકોર, ભૂંડી, આ તારાં કુટુંબીઓની મેડી નથી લાજતી, પણ અમારું શહેર લાજે છે. દરબાર કે દિલ્લીનો હાકેમ જોઈને છક્ક થઈ જાય એવી મારી બજારને, પાનકોર, તું એક તારા 'ઊંહુ' વાસ્તે મ બગાડ્ય. મ બગાડ્ય. પણ પાનકોરની જીદ્દ છૂટી નહિ. બાપડા જેઠને ઘેર મોરબીના ઝવેરીની જાન આવી ત્યારે આ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું પાનકોરનું ખોરડું જોઈને સહુ લાજી ઊઠયાં."

"હાં પછી?" દાઉદ જરા થંભ્યો એટલે મને વધુ કુતૂહલ થયું.

"ઈ જાન ત્યાં જમતી'તી ત્યારે, એમ કહેવાય છે કે, પાનકોરને બહાર નીકળવાની બંધી હતી. અંદર પાનકોરનો એક છોકરો રોમે રોમે શીતળાએ વીંધાઈ ગયેલો. પાનકોરે જાળિયામાંથી ડોકાઈને કહ્યું કે, કો'ક ઉઘાડોને... મારા છોકરાને મૂંઝવણ થાય છે.... વૈદને બોલાવવો છે. ઉઘાડ્યું તો કોઈએ નહિ, પણ જાન જમીને જાનીવાસે ગઈ કે તરત જ બધાંને ઝાડા-ઊલટી હાલી મળ્યાં. કોઈ કહે