પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દૂધપાકમાં ઢેઢગરોડી પડી ગયેલ, ને કોઇ કહે

કે નક્કી પાનકોરની નજર લાગી, પછી તો પાનકોરનો શીતળાવાળો છોકરો દસમે વર્ષેથી જ આંધળો બન્યો; બીજો છોકરો કોણ જાણે ક્યાંક અસૂરી વેળાએ પીરપરાણાના ઓછાયામાં આવી જઈ ગાંડો થઈ ગયો; ને ત્રીજાને ભણતરમાં વિદ્યા ચડી ખરી, પણ ચાર અંગ્રેજી ભણીને ઉઠી જવું પડ્યું. પાનકોરના છોકરાનો કોણ હાથા ઝાલે? એના પોતાનાજ ધરમના સાધુ એને ત્યાં ભિક્ષા લેવા જાયા તે પાનકોર રોટાલીમાં ઘીની ધાર ન કરે. એકવાર તો એક સાધુને એણે ‘મારા પીટ્યા... મારા રોયા’ કહીને ઘરમાંથી કાઢેલો. લોકોએ ઘણુંયે પૂછ્યું કે, પાનકોરા શું થયું? પાનકોરે જવાબા ના દીધો તે આજની ઘડી સુધી નથી દીધો. સાધુએ કહ્યું કે, પાનકોર ઘરમાં બેઠી બેઠી એના દેરના છોકરાને મારવાનું કશુંક ટૂમણ કરતી’તી મેં એને ઉયપદેશા દેવા માંડ્યો એટલે ડાકણ ખિજાઈ ગઈ. ત્યારથી પાનકોરનો પાણીછાંટોયા લેતું ગામ બંધ પડી ગયું. એકા છોકરો આંધળો, એકા ગાંડો ને ત્રીજો આ રીતે એની માને લીધે અળખામણો : ત્રણેયના પેટા ભરવાને સારુ પાનકોરે હાથમાં દોરડીને દાંતરડું લીધાં. વગાડે ઘાસ કાપવા નીકળી, ને ભરી બજારે ઘાસની ગાંસળી લઈ ફાટેલ કાળે સાડલે જેવીતેવી લાજ કાઢી પ્રથમ જ દી ઊભી રહી, તે દી એના કુટુંબીઓમાં તો હાહાકાર બોલી ગ્યો. નાતજાત ને બીજાં વરણ પણ ફિટકાર દેવા લાગ્યાં કે, મોટા ફળીની જુવાનજોધ વિધવા વહુએ શા આવળા ધંધા માંડ્યા! આ , શેઠ, એમ કરતાં આજ ત્રીસ વરસ વયાં ગ્યાં.

“ડોશીની ઉંમર કેટલી?” મેં પૂછ્યું.

“લાગે સિત્તેર, ફણા સાચોસાચ પચાસ-પંચાવન,એનો સૌથી મોટો આંધજળો છોકરો આજ જીવતો હોત તો ચાલીસનો હોત, વચેટ આડત્રીસનો, ત્રણેયને ડોશીએ હાથોહાથ બાળ્યા: ત્રણેયની આગ એણે જ લીધેલી: પોતે એક આંસુય ન પાડ્યું એવી તો કઠોર કલેજાની! છોકરા મૂવા ત્યારે નાતજાતમાંથી કોઇ આભડવા નો’તું નીકળ્યું.”

“ત્યારે?”

“રોજ ખડ વાઢવા જાયને , તે વસવાયાં જોડે વહેવાર થયેલો. એ