પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


શારદા પરણી ગઈ!


મોટર જ્યારે ચબૂતરા પાસેથી પસાર થઈ ગઈ ત્યારે શાક લેવા મળેલાં ગામ લોકોમાંથી એક ભાઈ બોલી ઊઠ્યા: "આવી, બા...પા! કો'ક બચાડા પિસ્તાલીસ વરસિયાની ચોરીનાં માટલાં ફૂટ્યાં સમજો, બાપા! બાપડાને બિલાડાનો અવતાર લઈ આખો ભવ 'વ...ઉ! વ...ઉ!' કરવું પડશે, બાપા!"

"આજ કાંઇ પત્રિકાઉં વેંચાઈ છે ગામમાં?" બીજાએ મૂળાનાં પાંદડાં ઝોળીમાં પેસાડતાં પૂછ્યું.

"એ બધો દારૂગોળો આ મોટરમાં હશે, અત્યારે નહિ, બરો...બર ટાંકણે જ ભડાકો કરશે આ રાજેશ્વરભાઈ!"

"કોની? હેં, કોની - રાજેશ્વરભાઈની મોટર હતી?"

એ સવાલ શાક-મારકીટની હાટડીએ હાટડીએ ફરી વળ્યો. તે પછી શાક લેવા આવેલાઓનાં નાનાંનાનાં વૃંદોમાંથી કંઈક અવનવા ઉદ્ગારો ઊઠ્યાં જેમાંના કેટલાક તો માત્ર વિચિત ભાવ દાખવનારા અવાજો જ હતા: "બાપો! બાપો! તાલ, માલ ને તાશેરો!"

"આલા, આલા, આલા! ભાઈ ચાલીસિયા, તેરા કાલા!"

"મારો વાલીડો! મકરાણી કાદુ જેમ ગામડાં માથે ત્રાટકતો ને એમ જ આ રાજેશરીઓ ત્રાટકે છે, હો કે!"

"પણ આજનું ખોરડું ઠીક લાણમાં આવ્યું છે. ભારી ઉફાંદે ચડ્યા'તા બેટા!"

"કોણ?"

"પેલો વિભૂતિયો, અને એનાં તમામ વા'લાવાલેશરી. એની સગી