પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હાથ ધોઈ આવ. કંઈક બતાવું તને .”

પોતાને પ્રોવિઝનની દુકાન હતી, તેને પણ જયમને “શ્રી રમા રસમંદિર ‘ એવું નામ આપ્યું હતું. ઘેર રહીને તેણે રમાને શાક સમારી આપવાનું તેમજ ન્હાનાલાલ કવિની ચોપડીઓ વાચીં સંભળાવવાનું કાર્ય આરંભ્યું હતું.

આજ ની સવારની ટપાલમાં ભાવનગરના ‘વસંત સ્ટુડિયો’તરફથી પરબીડિયું આવ્યું છે. તેમાં થોડા દિવસ ઉપર પોતે અને રમાએ સાથે પડાવેલ છબીની એક પ્રત નીકળી છે. તે જોવામાં પોતે ગરકાવ થતાં બેઠા. છબી ફક્કડ હતી. ચૂલે આંધણ બડબડાટ કરતું રમાને જાણે કે એના આ કવેળાના સહજીવનને સારુ ઠપકો આપી રહ્યું હતું; પરંતુ જયમનભાઈ એને છોડતા નહોતા. રમાને એ છબી બતાવતા હતા. રમાને પોતાનાથી એક તસુ પણ છેટી બેસીને છબી જુએ તે એમનાથી સહેવાતું નહોતું. “નજીક આવને !... હજુ નજીક! આવે છે કે નહિ ?” એમ કરી કરીને છેક પાસે બેસારી, એના ખભાઉપર હાથ દઈને પોતે છબી બતાવતા હતા.

“કહે જોઉં : આમાં તને વધુમાં વધુ શું ગમે છે?”

“બધુંજ ગમે છે.”

“ ના પણ ખાસ ?”

“મને શી ખબર પડે?”

“આ જો : આ તું ખુરશી પર બેઠી છે ને હું ઊભો છું, તે તો જાણે કે બીજાં બધાં સ્ત્રી-પુરુષો પડાવે છે તેવું થયું. પણ મારે તો કંઈક વિશેષતા કરવી હતી. આ જોયું ? આનો ખ્યાલ હતો તને ?”

રમાને હવી ભાન થયું કે જયમને એના ખભા ઉપર , છેક ગળાને અડકે એ રીતે , હાથ રાખીને છબી પડાવી છે.

“જોયું? ખબર હતી?”

“ના, આ ક્યારે...”

“બરાબર ફોટોગ્રાફરે ચાંપ દાબી ત્યારે જ મેં ધીરેક થી આ યુક્તિ કરી નાખી હતી. તું તો તે વખતે એવી એકધ્યાન હતી કે તને ખબર જ