પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સ્ત્રીઓનાં અંતઃકરણો પોતાના તરફ વહાવવાં છે. આ કન્યા કેળવણીના વધુ પડતા ઉત્સાહી શિક્ષકોની પણ માયલી વાંછના તો એ જ હોય છે કે સ્ત્રીઓ વર કરતાં વધારે અધિકાર એમને જ આપતી થઈ જાય. મારે તો રમાને ઘણુંય સંગીત વગી શીખવવું હતું; પણ મને કોઈનો વિશ્વાસ નથી રહ્યો. હવે : બધા જ સડેલા લાગે છે. માટે હવે તો એ સેવા પણ હું જાતે જ ઉઠાવું.'

गृहिणी सचिव सखी मिथ: प्रियशिष्या ललिते कलविधौ ૐ ૐ એ અજ વિલાપની પંક્તિઓ એને વહાલામાં વહાલી લાગતી હતી. એમાંથી જ એને પોતાનો ધર્મ સૂઝ્યો: 'રમાને મારી પ્રિય શિષ્યા બનાવું.'

પોતે શીખવવાનું શરૂ કર્યું. 'વસંતોત્સવ' ઉપાડ્યું. ત્રણ દિવસમાં રમા ત્રાહિ ત્રાહિ પોકારી ગઈ. મોઢા ઉપર રોજ રોજ લપેટો લઈને ભાતભાતના 'ક્રીમ' લગાડનાર, ઘેર દરજી બેસારી નવી નવી 'કટ'નાં કૂડતાં કબજા કે અચકન સિવડાવનાર તથા છેક દિલ્હીથી મોજડીઓ મંગાવનાર આ રસભીનો સ્વામી, કોન જ્કાણે શાથી, રમાને ઘરડો લાગતો ગયો; એનાં હાસ્યવિનોદ, મર્મકટાક્ષો, આમોદપ્રમોદો અને રસકથાઓ કોઈ બુઢ્ઢાખખના નાક-મોંમાંથી ટપકતાં લાળ-લીંટ જેવાં જણાયાં.

આખરે આ બધી ગૂંગળામણમાંથી રમાને એક વસ્તુએ છુટકારો અપાવ્યો : એ પોતાની પહેલી સુવાવડ સારુ પિયર ગઈ. પૂરા સાત મહિના ચડ્યા ત્યારે જયમને માંડ રજા દીધી - બેશક, ઘણે દુભાતે હૈયે.

મોકલ્યા પછી થોડા દિવસ તો જયમનને રાહત રહી. પણ પાછી વિહ્વળતા શરૂ થઈ. રાતે અજંપો રહેવા લાગ્યો. 'જયમનભાઈ વહુઘેલા' એવી છાપ તો છપાઈ ગઈ હતી, અને પોતે હંમેશા લોકાપવાદને હુંકાર દેવાનો દેખાવ કરતા, પરંતુ અંદરની ખરી તાકાત નહોતી. બે દિવસ કાગળ ન આવે તો લાંબો લાંબો પચીસ પાનાંનો ઠપકો લખીને મોકલે. પોતે લખે કે 'તારા શરીરની મને આંહી કેટલી ચિંતા થતી હોય તે સમજી શકે છે, રમા?'

રમા જવાબ વાળે કે 'મારી તબિયતની કશી જ ચિંતા ન કરશો.