પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અચાનક કોઈએ આવીને એની ગરદન પકડી : એ હતો ઈસ્પિતાલની દક્ષિણી મેટ્રનનો કસાયેલો પંજો.

"ગેટા અપ ! [ઊભા થાઓ]!" મેટ્રને કડક હાસ્ય કરતાં શાંત અવાજ દીધો.

"વ્યાય ? વૉટ રાઈટ... [શા માટે? તમને શો હક્ક...]."

"રાઈટ ટુ સેવ એ લાઈફ [એક જીંદગી બચાવવાનો હક્ક]!"

એમ કહી એ ગારુડીના હાથમાં દબાયેલા સપની જેમ તરફડતા જયમનને મેટ્રન લગભગ ઘસડીને બારણા સુધી લઈ ગઈ. અને એને બહાર હડસેલીને બારણું બંધ કર્યું, ત્યારે જયમનનના મોંમાંથી છેલ્લો શબ્દ એ સંભળાતો હતો કે "મારી પરણેલીને..."

વાક્યની સમાપ્તિ તો કોણ જાણે કેવાયે શબ્દોથી થઈ હશે.