પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છેલ્લા બે અવસરોમાં તો હું મારા સાથીદારોની આખી એક મંડળી લઇને જઇ આવ્યો. મેં હવે પછી નોતરનારાંઓને ચોખ્ખું સંભળાવી દીધું છે કે "ઓછામાં ઓછાં દસ જણાનો રસાલો લીધા વગર હું નહિ જ આવું. એ દસેયનું જાતવળતનું ગાડીભાડું તેમ જ બીજું ખર્ચ તમે આપી શકશો?"

"જરૂર,જરૂર.." કહીને એ લોકો તો ઊલટાના ખુશાલી અનુભવે છે."બહેનોને તો ખાસ લઈ આવજો, હોં સાહેબ!" એવો એ લોકો આગ્રહ સેવે છે. ને મેં પણ જોયું કે તેઓ કંઇ હૈયાફૂટા નથીઃ તેમના સમારંભોમાં મારું તેમ જ મારા મંડળનું - ખાસ તો સાડીધારી શરીરોનું - એક ગજબ આકર્ષણ ઊભું થાય છેઃ ને વિનાબેન્ડે, વિના બીજાં કશાં નાટકોએ આખું ગામ જમા થાય છે.

પછી તો મારાં અને મારાં સંગાથી બહેનોનાં ભાષણોઃ અમારા સહુની ગ્રૂપ તસ્વીરો તેમ જ એકલ છબીઓઃ અમારાંમાંના બે-ચારને હાથે જુદાં જુદાં ગૃહો, મંડળો,સંમેલનો ખુલ્લાં મુકાવવાની તડામાર: ખાસ કરીને મારી જોડેની બહેનોના થોડા કસરત પ્રયોગો, તેમ જ એ પ્રત્યેકની મુલાકાત લઇ 'મિસ મેયો વિષે આપને શું કહેવાનું છે?' એ પ્રશ્નના મેળવવામાં આવતા ધગધગતા પ્રત્યુત્તરોઃ વગેરે વગેરે - અરે સરઘસ તો હું ગણાવતાં ભૂલી જ ગયો! - સરઘસો વગેરેઃ આ બધા રંગોની રંગોળી એ ભાઇઓ છાપાંમાં તેમ જ પોતાના અહેવાલોમાં એવી તો સરસ રીતે પૂરી લે છે કે હવે પછી મારું સાજનમાજન લઇ જવામાં કશો સંકોચ રાખવાની જરૂર નથી. જો લોકો મને 'એક્સ્પ્લોઇટ' કરે છે, અર્થાત મારો કસ કાઢે છે, તો પછી મારે શા માટે આ છેલ્લાં જીવન-વર્ષોને માણી ન લેવાં? - શા માટે સામો કસ ન કાઢવો?

'માણી લેવાં' એવો પ્રયોગ કરવા બદલ હું તમારી કોઇની લેશમાત્ર ક્ષમા માગતો નથી. આ દસ્તાવેજ તમને મારા મૃત્યુ પછી હાથ લાગશે, એટલે હું નિર્ભય છું. એ નિર્ભયતાનો પ્રેર્યો જ હું એકરાર કરૂ છું કે એક ફાટેલું, થીગડાં મારેલું, શરીરને બહુ બંધ ન બેસતું એવું કૂડતું પહેરવાથી હું કંઇ વિરક્ત નથી થઇ ગયો. મારી ટૂંકી ધોતલી ને મારા અલગારી રંગઢંગ