પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


બદમાશ


ગગાડીનાં પૈડાંએ પહેલું ચક્કર ફરી લીધું હતું. રામલાલભાઈએ બારણું ખોલી પત્નીને છેલ્લા ડબામાં હડસેલી તેટલામાં તો પૈડાં ગુંજવા લાગ્યાં. ત્રણ બાળકોને તેમ જ ટ્રંક-પોટલાંને તો રામલાલે બારીમાંથી જ અંદર ફંગાવ્યાં. રુક્ષ્મિણીએ એ પછડાટમાં ઊઠી પેટી તથા બાબો સંભાળ્યાં નહિ ત્યાં તો ટ્રેઈન સ્ટેશન-યાર્ડને લાંઘી ગઈ.

ખાલી પડેલા પ્લેટફોર્મ પર જે કોઈ આ દ્રશ્યના સાક્ષીઓ હતા તેમણે રામલાલના માથા પર તડાપીટ વરસાવી. સા'બલોકના પોરિયા થઈ ગયા બધા ! 'પંકચ્યુઅલ'ટાઈમ પર જ આવનારા !"

"ને પછી બૈરું કોને ભળાવે છે તેનોય વિચાર ન કરે !"

આ વાક્યે રામલાલને ચમકાવ્યો. ડબામાં કોણ હતું ? પોતે કોને ભલામણ કરી હતી ? યાદદાસ્તને નિચોવી જોઈ.

એના નાકને દેશી બીડીના ગોટેગોટ ધુમાડાની દુર્ગંધ યાદ આવી: એના કાન પર આઠ-દસ ઘોઘરા અવાજોમાંથી ગલીચ વાક્યોના ટુકડા અફળાયા. એની આંખોએ તો સ્પષ્ટ કોઈ ચહેરો પકડ્યો જ નહોતો; માત્ર જે અસ્પષ્ટ આકારો આંખો સામે ઘૂમતા હતા તેમાં કાળી ટોપી, કાળી દાઢી, કાળી લુંગી વગેરેની કાળાશ જ વધુ જોર કરી મન પર એક કાળી ચિંતાનું વાદળું રચતી હતી. ફાટકમાંથી બહાર નીકળતાં એક જાણીતા ગૃહસ્થે રામલાલને પૂછ્યું: "કોણ - સંગાથ હતો, રામલાલભાઈ ?"

"સંગાથ તો કોઈ જ ન મળ્યો."

"ત્યારે તમે એ કોને કહેતા'તા કે, ભાઈ, આ બચ્ચાનું ધ્યાન રાખજો !"