પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્રણ વર્ષ વીત્યે ચંદ્રભાલને વિચાર ઊગ્યો: લગ્ન તો નથી જ કરવાં. એકપત્નીવ્રત હિમાયત કરનારી અનેક વાર્તાઓ મેં લખી મારી છે. પરણીશ તો ઠેકડી થશે. લગ્ન-બંધન જોઈતું પણ નથી. મુક્ત જીવન શું ખોટું છે? બાળક હવે આંહીં હશે તો મારે સોબત થશે, ને પુરુષ-નોકરથી હવે ચાલી શકશે.

શરમાતે શરમાતે એણે ભાઈને કાગળ લખ્યો: "બાળક મૂકવા ભાભીને મોકલો. મારા દિવસો જતા નથી. મેં અહીં બધી સગવડ કરી છે, સુંદર બાલમંદિર ચાલે છે તેમાં મૂકી દઈશ."

બાળકને લઈ ભાભી આવ્યાં ત્યારે એનું વય તેતાલીસ વર્ષનું હતું. મોં પ્રફુલ્લિત બન્યું હતું. ગાલના ખાડા પુરાય હતા. ભાભીનું વય જાણે ઘટ્યું હતું.

છોકરાને માટે ભાભી પંદર દિવસ રહ્યાં. તેટલા વખતમાં એનું વય સાઠ વર્ષ પર પહોંચી ગયું.

"છોકરાને આટલો બધો શો હેડો?" ચંદ્રભાલ ખિજાયો. "હજુય ભાભીની પથારી છોડતો નથી! એ નહિ ચાલે. તમે એને ન પંપાળો, ભાભી!"

"હું શું કરું, ભાઈ?" કહીને ભાભી છાનાં છાનાં રડતાં. શું કરવું, હેડો કેવી રીતે છોડાવવો, પોતાના પરથી હેત ઉતારીને બીજાના કંઠે હેત પહેરાવી દેવાનું બાળકને કેવી રીતે કહેવું! કશી ગમ પડતી નહિ.

"તમે જશો એટલે એ તો એની જાણે જ ઠેકાણે આવી જશે." ચંદ્રભાલે કહ્યું.

આ વખતેય પાછા એને ભાભીના વણનાહ્યા દેહની, કપડાંની તેમ જ છીંકણીની દુર્ગંધ આવવા લાગી હતી.

"ભલે, ભાઈ! તો એમ કરું." ભાભીએ તૈયારી કરી.

જમવાનું પતી ગયું હતું. ઢેબરાં ભાભીએ કરી લીધાં હતાં. રસોડામાં એ છોકરાને લઈ એકલા બેઠાં હતાં. રાતની ગાડીમાં તો ઊપડવાનું હતું.

થોડા કલાકોમાં છોકરાને જેટલો બને તેટલો પોતાની જોડે હેળવી