પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચોડેલાં લેબલ,શેઠે મને પ્રત્યેક નવા વરસે આપેલી યાદગીરીઓ, એ તમામને હું ત્યાં ને ત્યાં વિસર્જન દેતો ગયો.એના પ્રમાણપત્રોને તો મેં મારી બત્તીમાં સળગાવ્યાં તે વખતે મને એમ જ થયું કે જાણે હું શેઠને પોતાને જ સળગાવી રહ્યો છું. એના કાગળો નહોતા જલતા - એના શરીરના જાણે ટુકડા સળગતા હતા.

તે પછી મેં મારી પત્નીની પેટીઓ પીંખી નાખી. ઓહ! એમાં મેં શું દીઠું! મારા જુવાન માલિકે એના જન્મદિવસે અને અમારા લગ્નદિવસે ભેટ કરેલાં સંભારણાં: એ સાડીઓ ને એ મોતીમાળાઓ, એ બધાં મને સાપ-વીંછી સમ ડંખતાં હતાં. એને અડકતાં જાણે મારી આંગળીઓ કોઇ વાઘદીપડાનાં દાંતો વચ્ચે ભીંસાતી હતી. વીજળીનો પ્રચંડ પ્રવાહ જાણે મારા દેહને જકડી લેતો હતો. મને શું શું થતું હતું તે તો કોઇપણ ભાષાશક્તિના સીમાડા બહારની વાત છે. ઓ ભાઇ વાર્તાકાર! ઓ કવિ! મારી મનોવેદનાને આલેખવા તમે કોઇ ન બેસતા. દુઃખીના દુ:ખને તમે શબ્દમાં ન ઉતારી શકો તો ફિકર નથી; એ દુઃખની તમે હાંસી કરશો નહિ.એ દુઃખને તમે તિરસ્કાર દેશો નહિ. એને તમારી ફોગટ શબ્દબાજીમાં ઝીલી હળવું પાડશો નહિ. એ જ્યાં છે ત્યાં જ છો રહ્યું.

ટ્રંકો ઉખેળતાં મને એક નાની દાબડી જડી. દાબડીના ઢાંકણ પર મારી અને મારી પત્નીની સજોડે પડાવેલી છબી મઢી હતી. એ જ એ છબી, જે મારા જુવાન શેઠને અતિ ઘણી ગમી હતી; જેની એક નકલ એ પિશાચના ઓરડામાં ત્યારે લટકતી હશે એ વાત યાદ આવતાં મારા કલેજાના હજાર ટુકડા થતા હતા. એ મેં પાછી કાં માગી ન લીધી? એને હવે વધુ વાર કલંકિત ન કર, દુષ્ટ! એટલું પણ હું એને કાં ન કહી શક્યો? એમ થતું હતું કે હજુ ત્યાં એના ઓરડામાં છૂપો પ્રવેશ કરીને હું એ તસ્વીરને તોડી આવું.

એ દાબડી અગાઉ મેં કદી પણ નહિ દીઠેલી. હેમુ એ એમાં શું સંધર્યું હશે? મારા કાગળો? હા લાગે છે તો એ જ. મને શેઠ જ્યારે જ્યારે મુસાફરીએ મોકલતા ત્યારે ત્યારે મેં હેમુને લખેલા, દરરોજના એક-એકને