પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ મોના મિસ્ત્રીની ઘોડાગાડીના ઘૂઘરાએ અમારા તૈમુરલંગનો જે તેજોવધ કર્યો, તે તેજોવધ ન તૈમુરલંગથી સહેવાયો કે ન અમારા મહાજન પુત્રોથી સહેવાયો...

ત્રણ પગે ઠેકીને તૈમુરલંગ જ્યારે ઊઠ્યો, ત્યારે એણે ફક્ત નાની-શી કરુણ બૂમ નાખી હતી.

બૂમ! કરુણ બૂમ!! તૈમુરલંગની કરુણ બૂમ!!!

દુકાનદારો બધાં કામકાજ પડતાં મૂકીને સ્તબ્ધ બની ગયા. તેઓએ મોના મિસ્ત્રીની ઘોડાગાડીને એક પછી એક શ્ચાન-મોરચો વટાવતી આગળ ચાલી જતી દીઠી.

"જોઈ શું રહ્યા છો?" એક દુકાનદારે બીજાને કહ્યું.

"મા'જનનું નાક કપાય છે..." બીજાએ ત્રીજાને કહ્યું.

"આમ તો આવતી કાલ્ય આંહીં હત્યાનો સુમાર નહીં રહે."

"આપણામાંથી પાણી જ ગયું ને!" ચોથાએ મુસલમાનોનો દાખલો દીધો: "ઈવડા ઈ લોકોની એક બકરીને ચેપવા તો જાય મોનો!"

"કૂતરાંના નિસાપા ગામની આબાદીને ખાઈ જશે - ખાઈ..."

"ગભરુ બાપડા પશુને પીલી નાખ્યું તોપણ મોનાને એટલુંય ભાન છે કે ગાડી ઊભી રાખે!"

"એની તો આંખ્યો જ ઓડે ગઈ છે."

તમામ ચર્ચાના પરિણામરૂપે મહાજનના આગેવાનો મુન્સફ પાસે ગયા, અને મુન્સફે તેઓની ફરિયાદ દફતર પર લીધી.

મોના મિસ્ત્રીનો ગાડીવાન ફલજી નામે એક સપાઈ હતો. ગામડાંમાં ખેડ કરતાં કરતાં બાયડી મરી જવાથી એની ખેડ ભાંગી ગઈ હતી. એટલે જ ફલજી સાંતીડાનું બળતણ બનાવીને મોના મિસ્ત્રીની ડેલી પર નોકર થયો હતો. અમે એક વાર એના છોકરાને નદીમાં, ગામથી એક ગાઉ પરના ધૂનામાં, એક માછલું ઝાલતો જોયેલો, ત્યારે ઠીક ઠીક ટીપેલો. ઉપરાંત, એક વાર એ છોકરો બીજે ગામથી ટ્રંકમાં મૂકીને માંસ વેચાતું લઈ આવેલો, ત્યારે પણ મહાજનનાં મન ઉચક થયાં હતાં અને આ સપાઈ ફલજીએ