પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હિસાબે લખેલા એ કાગળો. હેમુ એને જીવનના કેટલા ઊંડાણમાં ગોપવી ગઇ!

કાગળનું પરબીડિયું સાદા દોરા વડે નહિ, પણ મંગળસૂત્ર વડે બાંધેલું હતું. મંગળસૂત્રનું ચગદું જેમ એની ગૌર છાતી પર વિરાજતું તેવી જ છટાથી પરબીડિયાપર પહેરાવેલું હતું એણે. હેમુ! ઓ મારી હેમુ!

પણ મારા હાથ તો પાણી પાણી થઇ ઉઠ્યા, મેં પરબીડિયું ખોલીને જોયું તો એ કાગળો મારા નહોતા! ઓહ ઓહ! એ મારા નહોતા. એ હતા એ રાક્ષસના. એના જ હસ્તાક્ષરો; ખડમાંકડી જેવા એના જ એ અક્ષરો. મિલના શેઠિયાને, કરોડપતિના ખડમાંક્ડી જેવા એના એ જ અક્ષરો. મિલના શેઠિયાને,કરોડપતિના જુવાન વારસદારને, દુર્જનને સારા અક્ષરો ક્યાંથી લખતાં આવડે?

"મારી વહાલી! હા-હા-હા, પ્રભુ! એ વાંચતાં મારી આંખો નીકળી પડે છે. એ શબ્દો જાણે કે અવાજ કાઢે છે.એ અવાજ મારા તાળવાને ફાડી નાખે છે. લખનાર કોઇક, વાંચનાર કોઇક, છતાં મારા માથાની ખોપરી ફાટફાટ કેમ થાય છે?

એક, બે ,ત્રણ...કેટલા,ક્યારે લખાયા?હેમું ક્યાં ગઇ હતી ત્યારે લખાયા? કોના સરનામે લખાયા? શું એ કવર મારાં ગણાઇને હેમુ પાસે પહોંયાં હતાં? મારાં ગણાઇને? ઓહ! ઓહ! ઓહ!

ને એક-એકના જવાબો હેમુએ એને લખ્યા હશે? મારાં જ આપેલાં સુગંધી કવરો એ કાગળોને પોતાના કલેજામાં બેસાડીને લઇ ગયાં હશે? ટપાલની પેટીઓ પાપના ભારથી ફાટી કેમ ન પડી? આગગાડી એ બોજાને ઉપાડી શી રીતે શકી?

મને કોઇકોઇ વાર શંકા તો ગઇ હતી, પણ મેં તરત હેમુને વીનવી-વીનવી પૂછ્યું હતું:"હેમુ, મારી હેમુ, મને કહે તો ખરી, સાચે સાચું બોલ! શંકાનો કીડો મને કોરી ન ખાય તે માટે બોલ."

જવાબમાં હેમુની આંખો બોર બોર આંસુ વહાવતી. એનાં ભવાં મને મારવાના જમૈયા હોય તેવા વળાંક લઇ લેતા. એના હોઠમાંથી ધુમાડા