પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચોરની માફક લાંબો થયો.

જુવાન છોકરા - જેવી એની મૂછો જરી જરી મરોડ ખાવા લાગી હતી. તેણે - જરની ભેખડ પરથી નીચે નજર નાખી ત્યાં તો -

"હણેં હલ હલ, તૈયબ" એક સંધીએ બીજાને કહ્યું. કહેવાની સાથે જ એનો હાથ ઝાલ્યો. રજપૂતો જોતા રહ્યા ત્યાં તો ઘટાદાર દાઢીવાળા બે સંધીઓએ ભેખડ પરથી દસ મથોડાંના ઢોળાવમાં શરીર રોડવ્યાં. ""પાંજો ગામ... પાંજો ગરાસ..." એવા બોલ એ ખાબકતા સંધીઓના મોંમાંથી સંભળાયા.

એ બોલ પૂરો થતાં પહેલાં તો અંદરની કરાડમાં બેઠેલા દીપડાએ છલાંગ મારી: નીચે ઉતરેલા સંધીની ગરદન દીપડાના દાંત વચ્ચે ગઈ: નીચે પાનીનો ખાડો ભર્યો હતો, ને ખાડામાં દીપડાએ સંધીનું માથું ઝબોળી નાખ્યું.

પાછળ પહોંચેલા સંધીઓ પોતાના ભાઈને ચૂંથાતો જોયો. એની પાસે બંદૂક નહોતી. એણે ચીસ પાડી: પગી, પગી, ભડાકો કર મારા ભાઈ..."

પણ ભેખડ પર ઊભેલા પગીના હાથમાં બંદૂક થંભી જ રહી. હાકેમના શિકાર માટે નક્કી થયેલ દીપડાને પગી કેમ મારી શકે?

સંધીઓએ બંદૂકની વાટ જોવાનું છોડી દીધું. એણે દોટ દીધી ને લાકડીનો ઘા કરો... એ ઘા દીપડાના ઝડબા પર ઝોંકાયો.

"વે-હ" એવો એક જ અવાજ કરીને દીપદો એક બાજુ જઈ પડ્યો. ઊથીને એણે ઊભી જરનો માર્ગ લીધો.

થોડાંક જ કદમો અએ દીપડો સલામત બન્યો.

કારણ?

કારણ કે અહીં જરની ભેખડોનાં માથાં સામસામાં ઢૂંકડા થઈ જાય છે. બેય કાંઠા જાણે કે કમાન કરીન એકબીજાને અડું-અડું થતાં અટકી ગયા છે.

તળીયે પડેલા પહોળાં નદી-પટને માથે બેઉ કિનારા એવા તો લગોલગ ઝૂકી પડ્યા છે કે માથે થઈને હરણાં ટપી જાય. એની એક બાજુએ લપાઈને