પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દીપડો બેસી ગયો.જખમી સંધીને લઈ એનો ભાઈ મથાળે ચડ્યો. એની બોચી દીપડાએ ચૂંથી નાખી હતી.

પ્રભાતસંગ સાહેબ ત્યાં ઊભા હતા, એણે આઠ-દસ મોટરોના કાફલામાંથી એકને ત્યાં બોલાવી કહ્યું: "નાખો એને અંદર; ઝટ ઉપાડી જાવ રાવળગઢ."

"પણ પણ, સાહેબ," સંધી આડો પડ્યો: "ગામમાં જ લઈ જઈને અમે દવાદારૂ કરીએ તો?"

"એમ?" ગરાસિયા અધિકારી ફરીવાર ગરમ થયા: "ગામમાં જઈને ભવાડો કરવો છે, ગગા? એમ ગામ પાછું મળશે?"

જખ્મીને ઉઠાવીને મોટર ચાલી નીકળી. એ જુવાનને તો સાહેબની ગાળમાંથી પણ આશાનો તાંતણો જડ્યો કે, ભાઈનું તો થવું હોય તે થાશે, પણ ગયેલા ગામના તો ફરીથી ગામેતી બની શકાશે! ભાઈનાં છોકરાંના તો તક્દીર ઊઘડશે!

દરમિયાન જરના આગલા ભાગમાં રાજપરોણા ગોરા હાકેમની શિકાર-મંડળી ઢોલિયા પર બેઠી બેથી ઊતરતાં સૂર્યને જોઈ અધીરાઈમાં ગરમ થતી હતી. આ બાજુ બાકી રહેલા ગામડિયાઓ ભેખડની કમાન હેઠળ બેઠેલ દીપડાને દેખી શક્તા નહોતા. ઉપર છેક કિનારી સુધી જઈ જઈને પછેડીઓ અને ફાળિયાં ઉડાડતા હતા, પણ તેનો દીપડાને તો વાયે વાયો નહિ!

ફરીવાર પ્રભાતસંગ આહેબની જીભ ચાલુ થાય છે: "કોઈ વાતે પણ દીપડાને સાંકડી જગ્યાના પોલાણમાંથી કાઢો! નીકર રાઈ રાઈ જેવડા કટકા કરશે બાપો તમારો."

"બાપુ!" બુઢ્ઢા ગરાસિયાના દીકરાએ પોતાના બાપ સાથે છૂપી મસલત ચલાવી:"શિકાર ઘોળ્યો જાય. ઇનામનીયે અબળખા રહી નથી. પણ આ દીપડાએ હવે લોહી ચાખ્યું. હવે એ વકર્યો. જીવતો રિયો તો આપણાં ગામડાંનું તો આવી બન્યું. ગરાસિયાનાં ઘરને વાસવાના કમાડ