પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સર્પદાન દીધું હતું.

બીજી વાતો પણ સાંભરી આવી: વેવિશાળ થયું તેના આગલા દિવસોમાં સવિતા મોં સંતાડીને જ ઘરમાં પેસી રહેતી. સગપણ થયું તે પછી પણ એની આંખોમાં આનંદ નહોતો; જાણે કોઈ અકળ મનોવેદના એને અંદરથી ભક્ષી રહી હતી. લગ્નમાં પણ એને જાણે લાગતું વળગતું નહોતું. હસ્તમેળાપમાં પણ એના હાથ શબના હાથ જેવા ટાઢાબોળ હતા. એ ઘેર આવી ત્યારે રાતે સૂવાના ઓરડામાં પગ મૂકતાં પહેલાં એને જાણે કે ભાગી છૂટવું હોય તેવા એના હાવભાવ હતા. અંદર આવ્યા પછી જ્યારે શરમાળ કાળુએ પહેલીવહેલી ભુજાઓ પહોળી કરીને એ જીવનસખીને જકડી લીધી હતી - જાણે 'તને હું હૈયાની સાથે મરણાન્ત સુધી જડી લઉં છું' એવો પ્રગાઢ ભાવ ઠાલવ્યો હતો ત્યારે પણ સવિતાનું કાળજું એણે કોઈ વીંધાયેલી મૃગલીના સમું થડકતું સાંભળ્યું હતું. અંધકારમાં જાણે એ કશુંક ટેકણ શોધતી હતી.

એ ફફડાટ એના ઉદરમાં પડેલા મહાપાપનો જ હતો: ખરું!

તે પછીના સાત મહિના! દંપતીસુખના અખંડ સરિતા જેવો એ સમય વહેતો જતો હતો. કાળુ દરેક મુસાફરીથી જ્યારે ઘરે આવે ત્યારે એને કંઈક ને કંઈક નવીનતા ઘરમાં જોવાની જ હોય. એની થાળીમાં વારે વારે ભિન્ન ભિન્ન મીઠી વાની પિરસાતી, તેથી કાળુ બોલી ઊઠતો કે "આ શો ગજબ માંડ્યો છે? ગરીબનું ઘર તારે શું ફના કરી દેવું છે, સવિતા?"

એ તો પાડોશીને ત્યાંથી આવ્યું છે... આમ છે... તેમ છે... વગેરે ઉડાઉ જવાબ દીધા પછી સવિતા મોડો મોડો ફોડ પાડતી કે "એ તો મેં ટાઢી વધેલી રોટલીનાં બટકાંને જરાક ઘીમાં વઘારી કટકોક ગોળ અને બે એળચીદાણા વાટી ભભરાવેલ છે: બીજું કશું જ એમાં નથી!"

ઉનાળે સવિતા વારંવાર શ્રીખંડ પીરસતી, ને કાળુને ટગવતી કે "ગામમાંથી વેચાતું મંગાવ્યું". પછી મોડોમોડો ખુલાસો મળતો કે "રાતે મારા વાળુ માટે રખાવેલું દૂધ હું મેળવી દઉં: સરખું મેળવણ પડવાથી ઢેફા જેવું જામી જાય: સવારે કપડામાં બાંધીને લટકાવી દઉં: પછી જેરણીથી