લખાણ પર જાઓ

પૃષ્ઠ:Meghsandesh.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪
મેઘસન્દેશ

૨૭

નાના મોટા સહુ નગરના માણસે। રાષ્ટ્ર કેરા,
ગીતો ગાતાં જય જય વદે સંત ગાંધી તણી જ;
જ્યાં વિદ્વાનો બહુ વસી રહ્યા જ્યાં સભાઓ ભરાતી,
પ્રવૃત્તિનો નથી કદી થતો અંત મુંબાપુરીમાં.

૨૮

મુંબાપુરી નીરખી નહિં તેા જીંદગી છે નકામી,
માટે તુંને પ્રથમ કીધું મેં દેખવા મેધરાજ;
મેં કીધેલું સધળું નીરખી વેગ વિમાન કેરો,
સ્વીકારીને ઝટપટ જવું દક્ષિણે વેગથી જ.

૨૯

કલ્યાણીને પથ વિચરતા માર્ગમાં ક્ષેત્ર લીલાં,
જુદાં જુદાં ઉપવન અને વૃક્ષનાં ઝૂંડ ઝાઝાં;
પાણી કેરાં વહન વહતાં ડુંગરોનાં વિશુદ્ધ,
જોતો જોતો જઈ તું પુગશે ગામ કલ્યાણી નામે