પૃષ્ઠ:Meghsandesh.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫
પૂર્વમેઘ

૩૦

ઇતિહાસે પ્રથિત બહુ છે નામ કલ્યાણી કેરું,
રાજા નામે ભુવડ વસતો ત્યાં હતો પૂર્વકાળે;
ત્યાંથી મુંબાપુરીમહીં જતાં કામ માટે મનુષ્યો,
જાણું છું એ બહુ સમયનું છે. પુરાણું શહેર.

૩૧

વિદ્યુત્તેજે રજનીસમયે માર્ગ નિહાળતો તું,
વારે વારે નયન મિચતી સુંદરીના સમૂહો;
જોવાતો જા, નહિ તું કરજે ગર્જનાના કડાકા,
અજ્ઞાની એ નહિતર થશે ગાભરી સિંહ જાણી.

૩૨

એવી રીતે પછી વરસતો વાયુથી દોરવાતો,
માથેરાનસ્થળની સમીપે આવશે મિત્ર મેધ;
તેનો મોટો ગિરિ ઝટ તને આપશે આવકાર,
મોટાઓને મન અતિથિ તો દેવ જેવા ગણાયે