પૃષ્ઠ:Meghsandesh.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬
મેઘસન્દેશ

૩૩

શું આ કોઈ ગિરિશિખરને ખાદતો હાથી ઉભો,
મુક્તામાળા ધરી નિજગળે નીલ ઉભો હશે શું ?
એવી શંકા નીરખી તુજને ગિરિટોચે ઉભેલો,
થાશે નિશ્ચે જનમનતણી જ્યાંસુધી ગર્જતો ના.

૩૪

માથેરાનસ્થળ ગિરિતણા શિખરે છે વસેલું,
શ્રીમન્તો ત્યાં અનુકૂળ ઋતુ દેખીને આવી રે’તા;
શેાભીતી ત્યાં વિવિધ દીસતી હર્મ્યની હાર મેધ,
તન્દુરસ્તી તરત મળતી એવી એની હવા છે.

૩૫

જાંબુના ત્યાં બહુ વિટપિ છે સર્વ બાજુ ઉગેલા,
જુદા જુદા કપિગણ તને દૃષ્ટિમાં આવશે જ;
ઝાઝી ઝાડી ગિરિશિખર ને ખાઇ ઊંડી બહુ ત્યાં,
પક્ષીઓના કલરવવડે આપશે આવકાર.