પૃષ્ઠ:Meghsandesh.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮
મેઘસન્દેશ

૩૯

ત્યાં બૌદ્ધોની બહુ સમયની કાર્લી નામે ગુફાઓ,
જેનું સર્વે અચરત થઇ દેખતા શિલ્પકામ;
ચર્ચાતા ત્યાં વિવિધ વિષયો પૂર્વના કાળમાં રે,
આજે માત્ર સ્મરણ સરખી દીસતી એ ગુફાએ.

૪૦

કયાં એ પુરાતન સમયની રે મહત્તા ગુફાની,
કયાં આજે આ સધળી દીસતી શૂન્યતા શોચકારી;
સ્થિતિ કોઈ તણી ન સરખી દીસતી સર્વકાળ,
ઉંચી નીચી ફરી રહી દશા ચક્રઆરા પ્રમાણે.

૪૧

ત્યાંથી જાતાં નજર પડશે ગામ લાનેાલી નામે,
જ્યાં છે નીરાશય જલધિના જેવડું એક મોટું;
જાણે તુટી પ્રલયસમયે ભાગ આકાશ કેરો,
પૃથ્વી કેરા તલપર પડયો હોય એવું દીસે છે.