પૃષ્ઠ:Meghsandesh.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯
પૂર્વમેઘ

૪૨

દીસે છે શું સલિલરૂપ આ શંભુનો અટ્ટહાસ,
કે આરીસો સુરજ શશિ ને તારલાંનો હશે શું ?
હિમાંશુની ધૃતિ રસપણું પામી એમાં વસી શું;
દેખી એને કવિહ્રદયમાં તર્કવિતર્ક થાતા.

૪૩

પીવા પાણી ઘન ઉતરતાં તે મહીં દેહકાંતિ,
કાળી દેખી નહિ તું ધરજે ખેદનો લેશ મિત્ર;
કાળો છે તે જન જગતમાં કામ કાળાં કરે જે,
સાચું નિશ્ચે રૂપ ગુણ મહીં સર્વ વસ્તુ તણું છે.

૪૪

કેસુડાનાં કુસુમ દીસતાં રૂપવન્તાં અતીવ,
શું શોભીતો નથીજ દીસતો સર્પ ઝેરી તથૈવ
ગુંજોકેરાં ફળ ન દીસતાં શેાભીતાં બ્હારથી રે,
રૂપાળાનાં હૃદય બહુધા રૂપથી ભિન્ન દીસે.