લખાણ પર જાઓ

પૃષ્ઠ:Meghsandesh.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મેધસન્દેશ

[મ.ગાંધીજીને વાદળાં મારફત સન્દેશો]

પૂર્વમેધ


મંદાક્રાન્તાવૃત્ત.

૧

જાગી જેનાં દિલ મહીં રૂડી રાષ્ટ્રની ભાવનાઓ,
⁠ગાંધીજીનાં વચન સુણીને રમ્ય મુંબાપુરીમાં;
ગુલામીનાં સદન સરખી છેાડી કોલેજ કોઈ,
⁠વસ્યો સત્યાગ્રહસમરની છાવણીમાં યુવાન.

૨

દુઃખોને એ પ્રભુ તણી સદા માનતો’તો પ્રસાદી,
⁠મૃત્યુને એ તૃણસમ સદા લેખતો દેશ માટે;
એનાં ચિત્તે ઉછળતી હતી. રાષ્ટ્રની ભાવનાઓ,
⁠ઇચ્છા એના દીલ મહીં હતી બાપુને ભેટવાની