પૃષ્ઠ:Meghsandesh.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪
મેઘસન્દેશ


ગાંધીજીનું શરીર દુબળું શ્યામ છે મેધ જેવું,
ઘાટે નીચા વદન ઉપરે સ્મિત રૂડું દીસે છે;
વસ્ત્રોમાં તે। નહિ કંઈ બીજું માત્ર લંગોટ વિના
સાચા સાધુ ભરતભૂમિના માત્ર એ એકલા છે.

૧૦

પેાતા માટે નથી હૃદયમાં કામના ગાંધીજીને,
તૃષ્ણાથી તે। અતિ ક્રૂર વસે વિશ્વપ્રેમી મહાત્મા;
છાતી તેની લડત લડવા ધાર સામ્રાજ્ય સામે,
શસ્ત્રો વિના નીરખી દુનિયા સર્વ આશ્ચર્ય પામે.

૧૧

બ્રિટિશોના અધિપતિગણે જેલમાં ગાંધીજીને,
નાખ્યા તો ચે થરથરી રહ્યા છે અધા ચિત્ત માંહે;
ગાંધી કેરી નહિ કરી હતી કાયદાથી તપાસ,
ગાંધીજીને બહુસમયના કાયદે બદ્ધ કીધા.