પૃષ્ઠ:Meghsandesh.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬
મેઘસન્દેશ

૧૫


નિરાશાનું તિમિર સધળું નાશ પામી ગયું છે,
આશા કેરાં કિરણ સ્ફુરતાં હિન્દવાસીજનોમાં;
આઝાદી તે। ઇતર જનથી ના મળે કોઈ કાળે,
આઝાદી તો તમ હૃદયમાં છે વસેલી સદાયે.

૧૬


જીતી લેવું અસત જગમાં સત્યકેરા પ્રતાપે,
જીતી લેજો પશુબળ તમે આત્મશક્તિ વડે જ;
વિશ્વપ્રેમી તરત જિતશે લાગણી ધિક્કૃતિની,
શુદ્ધપ્રેમ પ્રભુતણું તમે માનો એક રૂપ.

૧૭


ઇતિહાસે કદી ન દીસતી આવી કોઇ લડાઈ,
હિંસા ત્યાગી વીર લડી રહ્યા શાંતિશત્રે જ જેમાં;
આવા સત્યાગ્રહસમરના ગાંધીજી છે પ્રણેતા,
તેની પાસે જલદ જઇને વન્દેજે પ્રેમ રાખી.