લખાણ પર જાઓ

પૃષ્ઠ:Meghsandesh.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૭
ઉત્તરમેઘ

૧૮


કાકાજીની સમીપ કદી એ શીખતા હેાય તો તું,
શાંતિ રાખી તુજ હૃદયમાં ઉભજે થાડીવાર;
ધીમી ધીમી મધુરી મધુરી ગર્જના શબ્દથી તું,
ગાંધીજીને અતિવિનયથી બોલજે મેધ આમ.

૧૯


ગાંધીજી, હું તમ પરમ જે ભક્ત મુંબાપુરીમાં,
રે’તો તેની સમીપથી અહીં આપની પાસ આવું;
તેણે કીધાં વિનતિ કરીને આપને આપવાનાં,
સન્દેશાનાં વચન કંઇ તે આપને હું કહીશ.

૨૦


હું છું તેનો દૂત ધનરૂપે, લેાક કલ્યાણ માટે,
મારૂં આખું જીવન વીતતું, ઇન્દ્રને હું પ્રધાન;
સંતાપે ને શીતલ જલની વૃષ્ટિઓથી હરૂં છું,
ને આકાશે મુજ મરજીથી સર્વદા હું ફરું છું.