પૃષ્ઠ:Meghsandesh.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮
મેઘસન્દેશ

૨૧


એવું તારૂં વચન સુણતાં મેધ, વિવેકપૂર્ણ,
ગાંધીજીનાં વદનકમલે સ્મિત શોભી રહેશે:
રાખી લક્ષ શ્રવણ કરશે મેધ, સન્દેશ મારો,
મોટાઓની પરમ પ્રીતિ રે હેાય છે ભક્ત માટે

૨૨


હે આયુષ્મન, મુજ વિનતિથી ગાંધીજીને કહેજે,
પૂછાવે છે ખબર ખુશીના આપના ભાવ રાખી;
કાઈ સત્યાગ્રહસમરની છાવણીથી યુવાન,
પ્રાણીઓની ખબર પૂછવી એવી છે લેાકરીતિ.

૨૩


વિચારીને તમ વચન એ રાષ્ટ્રપ્રેમી યુવાન,
છોડી વિદ્યાલય શરીરને ખાદી વસ્ત્રે દીપાવી;
આજે સત્યાગ્રહસમરની છાવણીમાં રહ્યો છે,
ને સંદેશો અતિપ્રણયથી આપને મોકલે છે.