પૃષ્ઠ:Meghsandesh.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦
મેઘસન્દેશ

૨૭


મુક્તિ કેરૂં નિખિલ જનતા યુદ્ધ જ્યારે લડે છે,
ત્યારે બીજા નહિજ કરવા કાર્ય કેરા વિચાર;
એ વિચારી મુજ ફરજને હું બજાવી રહ્યો છું,
જે જાણીને તમ હૃદયમાં હર્ષ બાપુ થશે જ.

૨૮


ત્રિરંગી રે ધ્વજ નીરખતાં સર્વ મુંબાપુરીમાં
ને શબ્દો હું તમ જય તણા સાંભળી સાંભળીને;
માનું આત્મા ની તમ તણો ભાવનાઓ અનેરી,
દેશપ્રીતિ તણી સહુ જનોમાં જગાડી રહ્યો છે.

૨૯


બાપુ જો કે અહીં થકી ગયા જેલ નામે યરોડા,
તેાયે બાપુ તણી ન જગમાં ભાવનાઓ ભુંસાતી.
આરંભેલાં રણ મહીં નથી દીસતી મંદતા રે
દૈવી શક્તિ સકલજનને પ્રેરણા દીએ છે.