પૃષ્ઠ:Meghsandesh.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૧
ઉત્તરમેઘ

૩૦


આજે માતૃભૂમિહિતતણી દાઝ છે લાક માંહે,
લાઠી ગોળી તણી ન પરવા કોઇને છે જરાએ;
આજે બંધુભગિની પણ રે દેશના યુદ્ધમાંહે,
ભેગા આપી નિજ જીવનને ભાગ્યશાળી બનાવે.

૩૧


અનુષ્ટુપ છંન્દ


બ્રિટિશ માલનો ભારે બહિષ્કાર થઇ રહ્યો,
પીકેટીંગ કરે હાંસે સ્વયંસેવક આપના;

૩૨


પેાલીસો સાથ સાર્જન્ટો આવીને પકડી જતા,
મારે છે લાઠીથી તેઓ કોઇને નહિ દેખતા.

૩૩


બહેનો દારૂ ને તાડી દુકાન પાસ ઉભીને,
પીકેટીંગ તણું કામ કરે છે ભય છોડીને.