પૃષ્ઠ:Meghsandesh.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨
મેઘસન્દેશ

૩૪


મુન્દ્રાકાન્તાવૃત્ત


સર્વે જાતા હરખ ધરીને જેલમાં દેશ માટે,
ને કેાઇના નહિ મુખપરે ગ્લાનિનો ભાવ દીસે;
લાઠી ગોળી થકી જ કરવા સર્વ ઉત્સાહ મંદ,
યત્નો આજે બહુ થઇ રહ્યા રાજ્યના માણસાથી.

૩૫


મીઠા કેરા અગર ઉપરે ધાડ પાડી અમોએ,
માથાં ફુટયાં બહુ વીર તણા લાઠીઓના પ્રહારે;
તો ચે કાંઇ નથી હૃદયમાં દુ:ખ થાતું અમો ને,
માતૃભૂમિ થકી પ્રિય નહિ વસ્તુ દીસે અમેાને.

૩૬


ઓર્ડિનન્સો બહુ નીકળતાં આજ આ હિન્દ માંહે,
જ્યાં જોશે। ત્યાં નજર પડતું રાજ લાઠી તણું જ;
ધાડા ડાકુ સમ બહુ પડે નિત્ય કોંગ્રેસ માથે,
દોડાવે છે. તુરગ જનના શાંત ટાળાં મહીંથી