લખાણ પર જાઓ

પૃષ્ઠ:Meghsandesh.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મેઘસન્દેશ


બાપુજી તો અતિથિ બનતાં રાજ્યના માનવંતા,
જાણ્યું તેણે મુખ નહિ મળે બાપુનું કો’દી જોવા;
બાપુનો એ અતિપ્રિય હતો શિષ્ય સત્યૈકનિષ્ઠ,
તેથી તેનાં દીલ મહીં થયો કેાઇ આધાત ભારી.


સર્વે સત્યાગ્રહી વીરજનેા જેલવાસી થવાના,
એવું જાણી નિજહૃદયનાં બાપુની પાસ કાંઇ;
સંદેશાનાં વચન જલદી મેાકલી આપવાને,
ઇચ્છા રાખી શુભ દૂત તણી રાહ જોતો રહ્યો’તો.


મળ્યા તેણે દિવસ મનમાં ધૈર્ય રાખી ધણાયે,
દીઠે। કો’દી ગગનપટમાં મેધ આષાઢ કેરો;
દેખી તેનાં દીલ મહીં થયેા હર્ષ કેરો પ્રચાર,
સંદેશાનાં વચન કથવા શીઘ્ર આવ્યો વિચાર.