આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭
પૂર્વમેઘ
કયાં વાયુ સમ વિચરતા સેલે જીવહીન.
કાં સંદેશે। ચપલમતિના પ્રાણિથી મેાકલાતા;
વિચારી એ નહિ મનમહીં યાચતા એ યુવાન,
પ્રેમી લૉકા નહિ સમજતા જીવનિર્જીવભેદ.
હાથેકાંત્યા સુતરથી ઢીધે। મેઘને આવકાર,
એ સંદેશા યુવક વદતા મેલવા આમ લાગ્યા;
તારી સ્થિતિ ઉંચ કુળ મહીં ઇન્દ્રનેા તું પ્રધાન,
તેથી તારી સમીપ કરૂં છું યાચના મેધરાજ,
સંદેશ તું મુજ લઇ જજે ગાંધીજીની સમીપ,
આજે જુદા મુજ નસીબના યેગથી હું થયા છું;
મારી તેની સીપ વસવા વાંછનાએ ઘણી છે,
ઇચ્છાઓની પણ સફળતા દૈવના હસ્તમાં છે.