પૃષ્ઠ:Meghsandesh.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦
મેઘસન્દેશ

૧૫

વિદ્યુત્ કેરાં સ્ફુરણસહ રે મેધ તુંને નિહાળી,
થાશે આવા કવિહ્રદયમાં તર્કવિતર્ક નક્કી;
સીતા સાથે રઘુપતિ અહીં રામ આવ્યા હશે શું,
કે રાધાજીસહ વિલસતા દ્વારિકાના અધીશ.

૧૬

ખેતી કેરો તુજ પર રહ્યો સર્વે આધાર તેથી,
પ્રીતિભર્યા નયનયુગલે દેખશે સર્વ લોકો;
વાટિકાઓ નજર હરતી રમ્ય ચેાપાટી પાસે,
સાયંકાળે બહુજનતણી મેદની જ્યાં મળે છે.

૧૭

ધારાઆથી શીતળ કરજે ભૂમિ ને વૃક્ષઝુંડો,
વાયુવેગે નમી નમી તને આપશે માન તેઓ;
તારા જેવા પરહિત કરે સ્વાર્થ ત્યાગી અહીં જે,
તેને આખું જગત નમતું પ્રેમથી દેવ જેમ.