લખાણ પર જાઓ

પૃષ્ઠ:Meghsandesh.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧
પૂર્વમેઘ

૧૮

દેખી તુંને ઉદધિ જલદી વીચિહસ્તે સમીપ,
પાણી પીવા વિનતિ કરશે જાણી તુંને અતિથિ
પ્રીતિ તેની નીરખી કરજે વિનતિનો સ્વીકાર,
નિઃસ્પૃહીના ચરણનિકટે વિશ્વ આખું પડે છે

૧૯

મુંબાપુરી વિવિધસ્થળમાં ઇન્દ્રના વજ્‌ જેવી,
લીલા રાતા ધવલ વરણી દેખશે તું ધ્વજાઓ;
જેને પ્રીતે નિખિલ જનતા ભેદ છોડી નમે છે,
જે શાંતિ ને પ્રણયરસના પાઠને શીખવે છે.

૨૦

મુંબાપુરી રૂચિર નગરી હિન્દનું દ્વાર જાણ,
જ્યાં શોભે છે ગગન ચુમતી હર્મ્યની હાર ઝાઝી;
ગાડી ઘેાડા વીજળી રથ ને મોટરોના અવાજે,
ગાજી રે’તી નિશદિન રહી ખેંચતી સર્વ ચિત્ત.