લખાણ પર જાઓ

પૃષ્ઠ:Meghsandesh.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨
મેઘસન્દેશ

૨૧

ત્યાં છે તીર્થસ્થળ સમું રૂડું રમ્ય કોંગ્રેસધામ,
આકર્ષે જે સધળી જનતા રાજ મુંબાપુરીની;
જ્યાં છે સત્યાગ્રહસમરના વીર યોદ્ધા અનેક,
છેાડી ચિન્તા નિજ સુખતણી જેમણે દેશ માટે.

૨૨

ખાદીવસ્ત્રો શરીર ઉપરે દીપતાં એમના રે,
માતૃભૂમિ તણું હૃદયમાં હિત વિચારતા રે;
ગાંધીજીનાં વચન સધળાં પાળવાને મથે છે,
મૃત્યુને તો તૃણસમ બધા વીર ચોદ્ધા ગણે છે.

૨૩

સાર્જન્ટો કે પુલિસ જનની ગેાળી કે લાઠી કેરી,
ભીતિ તેઓ નથી જ ગણતા કોઇ કાળે કદાપિ;
બીતા તેઓ પણ પ્રભુ થકી જેની આજ્ઞા થકી જે,
આવા સત્યાગ્રહસમરમાં ઇચ્છતા ભોગ દેવા.