પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
साळानी वहु साळियो, हळिमळी, हेते करे हास्य रे,
स्वर्गावास समान सर्व सुख तो संसारमां सासरे. ११

રંગલો—સાસુ હોંશીલી હશે!

જીવ૦—અરે સાસુએ હોંશીલી જોઇએ, અને આપણામાં પણ કાંઇ રૂપ, રંગ અને ગુણ જોઇએ; ત્યારે સાસુને વહાલા લાગીએ !

રંગલો—રૂપ ને રંગ તો તમારામાં પરજાપતિના હાથી જેવાં છે. વારૂ. આગળ ચાલો। મારે પણ તે ગામ તરફ આવવું છે.

જીવ૦—(આગળ ચાલતાં થોડાંક પગલાં ભરી મનમાં)અરે રામ! આ બે જુદા રસ્તા ફાટ્યા તેમાં મનસાપુરીનો રસ્તો કયો હશે? હવે જો કોઇને પૂછીએ તો અજ્ઞાની ઠરીએ.

રંગલો—ભટ્ટ, કેમ ઊભા રહ્યા?

જીવ૦—આ બે રસ્તા ફાટ્યા.એક આમ જાય છે, અને એક આમ જાય છે.તેમાં મનસાપુરીનો રસ્તો કયો હશે?અમારે કયે રસ્તે જવાનું? તે તું જાણતો હોઊં તો કહે જોઇએ.

રંગલો—તમે રસ્તો ભૂલી ગયાથી પૂછો છો કે મારી પરિક્ષા લેવા પૂછો છો?

જીવ૦—અમે તો કંઇ રસ્તો ભૂલી ગયા નથી ; પણ તું જાણે છે કે હુંજ ડાહ્યો છું ત્યારે તું રસ્તો જાણતો હોઊં તો કહે જોઇએ.

રંગલો—તમે નથી ભૂલ્યા ત્યારે તમારે પૂછવાની શી ગરજ છે? જાઓને એજ રસ્તો.

इंन्द्रवज्रा वृत
प्रीछे न पोते,पण पूछ्वाथी,लाजे दिले शिष्यपणेथवाथी
पूछे गुरु थै मनमर्म लेवा,मिथ्याभिमानी नर दंभि एवा.

જીવ૦—એમાં તું શું કહેતો હતો? આજ રસ્તો છે તો. અમે ક્યારે અજાણ્યા છીએ?

રંગલો—ઠીક છે[૧]જાઓ.(રંગલો પડદા ઓથે સંતાઇ જાય છે.)

જીવ૦—(આગળ ચાલતાં)અરે! આ તો ખેતરાઉ જણાય છે.ચાલ જીવ, પાછા ફરીએ.(પાછો ફરે છે.)અરે આ તો જાળાં અને કોતરાં આવ્યાં. પેલો રસ્તો પણ હાથથી ગયો.(ત્રણ ચાર વાર આઘો જઇને) અરે આ ઠેકાણેથી મિજાજભાઇ

  1. જે ગામમાં કેરીઓ મળે જ નહિ; તે ગામનો બ્રાહ્મણ ક્યાંઇકથી કેરીઓ લાવ્યો હતો. રસ કાઢીને પત્થરના વાટકામાં ભર્યો.પછી સ્ત્રીને કહ્યું કે આજ તો રસ રોટલી કરવી છે. તે તને ન આવડે તો પડોશણ ગુજરાતની છે તેને પુછીને કરજે.એમ કહી ગયાને પછી, તે સ્ત્રીએ પડોશણને પૂછ્યું કે મને રસ રોટલી આવડે તો છે, તો પણ પૂછું છું કે રસમાં લોટ નાખીને તેની રોટલીઓ કરવી, એમજ રસ રોટલી થાય કે નહિ? પડોશણે હા કહી. પછી પેલી એ તેમ કર્યું ને પછી પડોશણનો વાંક કાઢ્યો.