પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શિષ્યભાવે રસ્તો પૂછ્યો નહિ, તેથી જરા રાત પડી ગઈ, અને આટલી પીડા ભોગવવી પડી. અરે ! ગોવાળ સાથે ગયા હોત, તોપણ ઠીક હતું. હશે, હવે પાઘડી તો સવારે શોધી કહાડીશું. જે થયું તે ઠીકજ થયું. રાતની રાત અહીંજ સૂઇ રહીશું. દહાડો ઉગશે એટલે તો આપણે સાત પાદશાહના પાદશાહ છૈએ. (ઉંઘી જાય છે, અને નસકોરાં વગાડે છે.)

(પડદો પડ્યો.)

(પાત્રોની ગોઠવણ થઇને પડદો પાછો ઉઘડે, ત્યાં સુધી ગાનારા પેલું પદ ગાય છે "મેલ મિથ્યા અભિમાન, મનવા, મેલ મિથ્યા અભિમાન" ઇત્યાદિ.)

<——૦——>