પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કહે છે, તો પછી બીજા લોકો કહેજ તો!

સોમના૦—આ પાઘડી તો જીવરામભટ્ટની છે ખરી. આવું નવઘરૂં બીજા કેનું હોય? અને ખાડામાં કોઇ માણસ સૂતું હોય એવું જણાય છે.

રઘના૦—બુમ પાડીને બોલાવી જો, તે હશે તો બોલશે.

સોમના૦—(ઘાંટો કહાડીને) જીવરામભટ્ટ, જીવરામભટ્ટ ! બાપા, આ તો કોઇ બોલતું નથી.


मालिनी वृत.
अणसमजु जनोना संशयो सद्य छूटे,
पण समजु जनोना संशयो तो न खूटे;
सरळ—मन जनोनी भांगतां उंघ भागे,
कुटील जन कदापि जागता ते न जागे.२९

રઘના૦—ઉંઘી ગયો હશે,તું જઇને જગાડ.

રંગલો—ટાંટિયો ઝાલીને ખેંચ, એટલે જાગશે.

સોમના૦—બાપા, કદાપિ ભૂત હોય તો મને બીક લાગે.

રંગલો—મારને એક પથરો.

સોમના૦—બાપા, કહો તો એક પથરો મારૂં એટલે જાગશે.

રઘના૦—વળી તેનું માથું ફુટે તો પાટો આપણે બાંધવો પડે.


दोहरो.
कदि तेने हळिये नहि, जो रिस बहु चडी जाय;
मारीने रोवुं पडे, पस्तावो पछि थाय. ३०

માટે આ ખાડને કાંઠે હું ઉભો છું, અને તું ખાડમાં જઇને એને જગાડ,એટલે તને બીક નહિ લાગે.

રંગલો—તને નહિ આવડે. જો હું જગાડું.(તેનો ટાંટીઓ ઝાલીને ખુબ ઘસડે છે અને બોલે છે કે) ઓ જીવરામભટ્ટ, ઓ જીવરામભટ્ટ ! !

જીવ૦—અરે કોણ છે? કોણ છે?

સોમના૦—અલ્યા ! અલ્યા ! એમ શું કરે છે? (મારવા જાય છે.)

રંગલો—જો જો ગણના ભાઇ દોષ. જાગતો નહોતો તેને મેં જગાડી આપ્યો, ત્યારે ઉલટો મને મારવા આવે છે. તારો વાંક નથી ભાઇ. આ વખતજ એવો છે કે જેનું ભલું કરીએ, તે બુરૂં માને.


शार्दूलविक्रीडित वृत्त.
वाणी नम्रपणे घणेज वदिये, तो तुच्छ ते तो गणे,
शांति राखि कुवाक्य खूब खमिये, तो लात हाथे हणे;