પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
अंक ४ थो
पात्र

૧. જીવરામભટ્ટ, ૨. રઘનાથભટ્ટ , ૩. સોમનાથ, ૪. દેવબાઇ, ૫. રંગલો, ૬. ગંગાબાઇ, પાડી અને પાથરેલી શેતરંજી.

<———૦———>

સ્થળ – રઘનાથ ભટ્ટનું ઘર

<———૦———>
પ્રવેશ ૧ લો

(પડદો ઉઘડ્યો ત્યાં ઉપર લખેલાં પાત્રો છે, ગંગા સિવાય.)

સોમના૦—જીવરામભટ્ટ, આ શેતરંજી ઉપર તમારું આસન રાખો. અને આ તમારાં લૂગડાં સંભાળીને મૂકો. (તે મૂકે છે)

દેવબા૦—જીવરામભટ્ટ, તમે અત્યારે રાત વેળાના ક્યાંથી આવ્યા ?

જીવ૦—દહાડે તડકો બહુ પડે છે, માટે પાછલે પહોર ઘેરથી નીકળ્યા હતા. અમે જાણ્યું કે અજવાળી દૂધ, ધોળા દહાડા જેવી રાત છે, માટે ચંદ્રમાને અજવાળે ચાલ્યા જઇશું.

રંગલો૦—જુઓ, હજી પોતાનું અભિમાન મૂકતો નથી.

દેવબા૦— તાપ કેવો પડે છે ?

જીવ૦— (ગ્રીષ્મવર્ણન)

शार्दूलविक्रीडित वृत्त

ताता तापथकी तमाम तरुथी, पक्षी बिचारां पडे,
वृदो वांनरनां विशेष विखरी, ज्यां त्यां पछी जै चडे;
अंबू[૧] उष्ण नदी तळाव तटमां, मच्छो तर्ष्यां तर्फडे,
भारे भीषण ग्रीष्मकाळ कहिये, नाना प्रकारे नडे. ३७

દેવબા૦— ગોવાળ તો કહેતો હતો કે એક ઘડી રાત જતાં પાડીનું પૂછડું પકડીને તમારો જમાઇ ગામના પાદરમાં આવતા હતા, અને આટલી બધી રાત સુધી તમે ક્યાં રોકાયા ?

જીવ૦— તમારા ગામને પાદર મોટું તળાવ છે, તેમાં અત્યારે સુંદર પોયણીઓ

  1. પાણી