પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દેવબા૦ – (આવીને) અરે, હાય! હાય! કંસાર તો પાડી ખાઈ જાય છે. તમે થાળીની ખબર કેમ નથી રાખતા નથી?

જીવ૦ – છોને ખાઈ જતી. અમારે જમવું હોય તો ખબર રાખીએને?

રંગલો – સસરાના ઘરનું છોકરું કે વાછડું આવીને થાળીમાંથી ખાવા માંડે તો તેને કાઢી મૂકાય કે?

દેવબા૦ – (પાડીને હાંકીને બીજો કંસાર પીરસે છે.) જુઓ, એટલો કે વધારે જોશે?

જીવ૦ – એટલો બસ છે.

દેવબા૦- (રસોડામાંથી વાઢી લાવીને ઘી પીરસે છે.)

દેવબા૦ – વળી રાંડ કંસાર ખાવા આવી કે ? લે, ખા ! ખા ! (જોરથી લાત મારે છે.)

દેવબા૦ – અરર ! મુઈ આ દીકરી, ને મુઓ આ જમાઇ! મારો દાંત પડી ગયો! લોહી નીકળ્યું… થુ, થુ, થુ !

રંગલો – ઠીક કર્યું. ભલી લાબશી(લાપશી) ખવરાવી. એ જ લાગની છે.

જીવ૦ – ઘરડાં થયાં પણ હજી તમને પીરસતાં આવડતું નથી. આટલું બધું ઘી રેડાય? આવી લાપશી તમે ખાઓ, અમને તો ભાવે નહીં.

રઘના૦ – લાત શા વાસ્તે મારી?

જીવ૦ – અમારો સ્વભાવ આકરો છે. આમ ઘીનો બગાડ કરે તે અમારાથી ખમાય નહિ તેથી લાત મરાઇ ગઇ.

દેવબા૦ – લો આ દાળ, ભાત અને શાક, હવે જમવા બેસો.

જીવ૦-(ભાત, દાળ વગેરે થોડાંક એકઠાં કરીને ભોંય ઉપર ત્રણ બલિદાન મૂકે છે.)

દેવબા૦ – તમે એ શું કર્યું ?

રંગલો૦-એના બાપની હોળી કરી.

જીવ૦ – તમે જાણતા નથી કે?

દેવબા૦ – તમારો સસરો રોજ આમ કરે છે ખરા; પણ પણ મેં કદી પૂછ્યું નથી કે આ શા વાસ્તે કરો છો?

જીવ૦ – એ બ્રાહ્મણના કુળનો ધર્મ છે કે એમ કરવું; કેમ કે બ્રાહ્મણ જ્યારે જમવા બેસે છે, ત્યારે તેમનાં દર્શન કરવાને ભૂપતિ એટલે બ્રહ્મા, ભૂવનપતિ એટલે વિષ્ણુ અને ભૂતપતિ એટલે મહેશ્વર, એ ત્રણે દેવો આવે છે.

રંગલો – આવા મિથ્યાભિમાનીનાં દર્શન કરવા કેમ ના આવે? દરબારે ઢંઢેરો પીટાવ્યો છે માટે સવારે બધા ગામના લોકો દર્શન કરવા આવશે.

જીવ૦ – માટે તે દેવોને બળિદાન આપીને જમવા માંડવું, નહિ તો તે ત્રણે દેવો નિરાશ થઈને શાપ દેછે.

રંગલો – ખરી વાત ! તમે બલિદાન ન આપો તો તેઓ બિચારા ભૂખે મરે, માટે શાપ દેજ! !

દેવબા૦ – ત્યારે કદાપિ તમે તમારા ગામનો રાજા અને પ્રધાન, કોઈને ઘેર મળવા