પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

श्लोक

यत्र शाब्दिकास्त्र तार्किका
यत्र तार्किकास्तत्र शाब्दिका;
यत्र नोभयं तत्र चोभयम्
यत्र चोभयं तत्र नोभयम्. ४५

અર્થ- જ્યાં વૈયાકરણી મળ્યા, ત્યાં અમે તર્કશાસ્ત્રી થયા, અને જ્યાં તર્કશાસ્ત્રી મળ્યા, ત્યાં અમે વ્યાકરણી થયાલ્ અને જ્યાં વ્યાકરણ કે તર્કશાસ્ત્ર કશું જાણે નહિ, ત્યાં અમે બંને શાસ્ત્રના જાણનાર થયા; અને જ્યાં અમને બમ્ને શાસ્ત્રના જાણનાર મળ્યા, ત્યાં અમે બંને શાસ્ત્રની વાત પડી મૂકીને જુદો જ રસ્તો પકડ્યો. વલી શાસ્ત્રીઓએ જે કહ્યું એ અમે કબુલ કર્યું જ નહિ, એ રીતે જીત્યા.

રઘના૦- કચ્છના માંડવી બંદરવાળા વિશ્વનાથ શાસ્ત્રી[૧] બહુ વખણાય છે, તે તમને મુંબઇમાં કે ક્યાંહિં મળ્યા હતા કે?

જીવ૦ – અરે ! એને લોકો વખાણે છે, તેથી અમને બહુ રીસ ચડે છે, એનામાં શો માલ છે?

રંગલો૦-

उपजाति वृत्त

जो पारकी कीर्ति पडे ज काने
मीठाश तेमां मनथी न माने
स्वकीर्तिनां गायन गाय गाही,
मिथ्याभिमानी मुरखा मिजाजी.४६

જીવ૦ – પણ કેટલા લોકો અમારીજ પંડિતાઇનાં વખાણ કરતા હતા !

સોમના૦-બાપા આ વાત સાચી હશે?

રઘના૦-

वसंततिलका वृत्त

जेने न जाण कदि कोकिल काग केरुं,
ते कागनुं कदि वखाण करे घणेरुं;
जेणे सुण्या श्रवण कोकिल शब्द सारा,
ते कागना स्वर सुणी नहि माननरा. ४७

સોમના૦-પણ પંડિતો મૂર્ખનાથી કેમ હારે?

રઘના૦-

दोहरो

अभिमानी मत आपनो, मुके नहि तलमात्र;
ते माटे तेथी हठे, शाणा लोक सुपात्र. ४८

સોમના૦ – જીવરામભટ્ટ, તમે કાંઈ સંસ્કૃત અભ્યાસ કરેલો કે?

જીવ૦ – સંસ્કૃત, ફારસી, અરબી, લાટિન અને ઇંગ્રજી, એકે વિદ્યા અમારી અજાણી નથી, બધી વિદ્યાઓ અમે જોઈ લીધી છે.


  1. જ્યાં નાટક થતું હોય ત્યાંના નામીચા શાસ્ત્રીનું નામ લેવું.