પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સોમના૦ – (જીવરામભટ્ટને) ચાલો હવે, પાન સોપારી આપું (દોરીને શેતરંજી ઉપર લઈ જઈને બેસાડે છે.)

પ્રવેશ ૨ જો
(જમનાની બહેનપણી ગંગા આવે છે.)

ગંગા૦— જીવરામભટ્ટ આવ્યા છે કે શું ?

રંગલો૦— (લટકું કરીને) હા ! ! જીવરામભટ્ટ આવ્યા છે.

જીવ૦— આવો. કોણા એ ?

ગંગા૦— એ તો હું ગંગા.

જીવ૦— હા. ખરાં, ખરાં. આવે, સુખશાતામાં છો?

ગંગા૦—તમે મને ઓળખી કે?

જીવ૦—તમને ના ઓળખીએ એવું હોય ? અમને પળિયેલ, ને ટળિયેલ કહ્યા હતા, એજ તમે કે નહિ ?

ગંગા૦— (ખડખડાટા હશીને) અહો ! તે દહાડાની વાત હજી સાંભરે છે કે?

જીવ૦— એ તે વેળી ભુલી જવાય કે?

દેવબા૦— ગંગા શી વાત હતી ? કહે તો ખરી.

ગંગા૦—એ તો જ્યારે આપણી જમાનાનામ લગ્ન થયાં હતાં, ત્યારે અને સાત આઠ જાણીઓ મળીને આવતી જાને વાર જોવા ગામને પાદરા ગયાં હતાં.

રંગલો૦—બાજીગરનું માંકડું જોવા સારૂ એટલાં બધાં છોકરાં અને બાઈડીઓ ટોળે મળે છે, તો આવા રૂપાળા વરને જોવા કેટલાં બધાં મળ્યાં હશે ?

ગંગા૦— પછી જીવરામભટ્ટની મુછમાં પાળિયાં આવેલાં હતાં, તે જોઈને એક જણીએ કહ્યું કે વર તો પાળિયેલ દેખાય છે. એટલે વરે જાણ્યું કે મને ઘરડો કહ્યા, તેથી જુવાની જણાવવા સારૂ કાછડો વાળીને નાનાં ઝાડ કૂદી જવા માંડયા. ત્યારે મેએમ કહ્યું કે પળિયેલ તો પળિયેલ, ફણા વળી ટળિયેલ [૧] દેખાય છે. તે વાત હજી સુધી જીવરામભટ્ટે સંભારી રાખી છે.

રંગલો૦

उपजाति वृत्त

कुढंगने ढांकण ढांकवाने,
करे कदापी कपटी कळाने;
विशेष विख्यात कुढंग थाशे,
वन्हि न ढंकाय घणेक घासे. ५२
समातणी वात समेज सारी,
समा विना सौ कशशे नठारी;

  1. જીવ ટાળેલ