પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પાત્ર—એટલે ખેલાડી.

  • ૧. સૂત્રધાર—નાયક.
  • ૩. જીવરામભટ્ટ—રતાંધળો.
  • ૫. પાંચો—ભરવાડ, તેની સાથે પાડી.

  • ૨. વિદૂષક—રંગલો.
  • ૪. બીજલ—ભરવાડ.

<—0—>
स्थळ—वगडो
નાન્દી—મંગળાચરણ

સૂત્રધાર (આવીને)—ગૃહસ્થો, આ ઠેકાણે આજ મિથ્યાભિમાન વિષે હાસ્યરસમાં સુંદર નાટક થવાનું છે. તેમાં કશું વિઘ્ન નડે નહિ એટલા સારૂ વિઘ્નહર્તા દેવના સ્મરણ રૂપી મંગળાચરણ હું કરૂં છું, તે સહુ સાવધાન થઇને સાંભળો.

स्त्रग्धरा वृत्त

संभारु स्नेहभावे, सकळ पगरणे, सर्वदा सिद्धिदाता,
विद्यावाणीविलासी, विरदधर वळी, विघ्नहर्त्ताविधाता,
सर्वेना एक स्वामी, सुखद मुज शिरे, हेतथी हाथ धारो,

नाट्यारंभे नवीन, त्रिगुणपति[૧] तमे, विघ्न सर्वे निवारो.
(એ સાંભળી સભામાં મમ’જ્ઞ’ હતા તેઓને લગાર હસવું આવ્યું.)

उपजाति वृत्त
विचित्र देखाव विचित्र वाणी;
विचित्र पोषाक विचित्र प्राणी;
विचित्र आ नाटक विश्व नाम,
पेदा कर्युं ते प्रभुने प्रणाम.

-----
  1. મંગળાચરણમાં ગણપતિનું સ્મરણ કરવાનો ચાલ છતાં सकळ पगरणे सिद्धिदाता विघ्नहर्ता ઇત્યાદિ વિશેષણોથી ગણપતિને બદલે त्रिगुणपति પરમેશ્વરનું સ્મરણ કર્યું તે એવી રીતે કે કોઇ અજાણ્યો જાણે કે ગણપતિનું સ્મરણ કરે છે. તે વિશેષણોમાં એવો છળ છે માટે छलजनित हसित નામે હાસ્યરસ થયો. હાસ્યરસના નાટકમાં ઘણું કરીને હરેક વાક્યથી ને હરેક ક્રિયાથી સભાસદોને હસવું આવે, માટે તે વારે વારે લખી જણાવવાની જરૂર નથી.