પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવી પીડા ભોગવાવશે.

રંગલો૦—અલબત્ત.

જીવ૦—એવો મેં નિશ્ચય કર્યો.

<——૦——>


પ્રવેશ ૨ જો.

(સોમનાથ વૈદ્યને તેડી લાવે છે.)

રઘના૦—આવો વૈદ્યરાજ ! વૈદ્યને બેસવાને પાટલો લાવો, પાટલો.

રંગલો૦—(બે પાટલા લઇને)લોને, કહો તો આ એક પાટલો વૈદ્યને બેસવા, અને આ બીજો વૈદ્યના માથા પર મૂકું.

વૈદ્ય૦—(નાડ તથા શરીર તપાસે છે.)

રઘના૦—નાડ જોવાથી પીડાની ખબર પડતી હશે કે?

વૈદ્ય૦—અરે! અમારા બાપ પેશવા સરકારના વૈદ્ય કહેવાતા હતા, એ નાડ જોઇને ખાધેલું ધાન્ય વરતી આપતા હતા.

રઘના૦— કોઇવાર ખાધેલું વરતીને કહેલું ખરૂં ?

વૈદ્ય૦—એક વાર શેલુકરે અમારા બાપની પરીક્ષા જોવા સારૂ બોલાવીને કહ્યું કે અમારી સ્ત્રી માંદી થઇ છે; પણ તે હોઝલમાં રહે છે, તેથી કોઇ પુરુષનું મોંઢું કે હાથ દેખાડવાની ના કહે છે. માટે કેમ કરવું ?

રઘના૦—પછી વૈદ્યે શું કહ્યું ?

વૈદ્ય—કહ્યું કે બાઇને હાથે દોરી બાંધીને તે દોરી બાંધીને તે દોરી મારા હાથમાં આપો.

રઘના૦—પછી ?

વૈદ્ય—પછી એક બિલાડીના પગે દોરી બાંધીને વૈદ્યના હાથમાં આપી.

રઘના૦—વૈદ્યે શું કહ્યું?

વૈદ્ય—દોરી જોઇ ને નાડીની પરીક્ષા કરી ને તરત કહ્યું કે આજ બાઇએ ઉંદરનું માંસ ખાધું છે.

રંગલો૦—ગપ્પીને ઘેર ગપ્પી આવ્યા, આવો ગપ્પીજી, બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી.

દેવબા૦—વૈદ્યરાજ , જીવરામભટ્ટને ભોંયરસો હળદર ભરીશું કે આવળ બાંધીશું ?

રંગલો૦— વાહ તમેજ ઓષડ જાણતાં હતાં ત્યારે વળી વૈદ્યનું શું કામ હતું?

વૈદ્ય—બહુ અમૂઢ માર વાગેલો છે, માટે નગરશેઠને [૧] ત્યાંથી મુમઈ લાવીને ઠોડીક પાઓ તો ઠીક.

સોમના૦—મુમઇ શેની થતી હશે?

વૈદ્ય—એવુંસાંભળ્યું છે કે શરીરે સાજો અને તાજો માણસ હોય તેને પકડી જઇને

  1. જ્યાં આ નાટક થતું હોય ત્યાંના નગર શેઠનું નામ લેવું