પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દેવબા૦—(જીવરામભટ્ટને) તમારી કેડે સજ્યાનું દાન કરીશું, તે તમે ધર્મરાજા પાસેથી માગી લેજો.

રંગલો—અને તમારી કેડે ખાંસડાનું દાન કરશે માટે જમરાજા પાસેથી ખાસડાં પણ માંગી લેજો. માગ્યા વિના આપે કે ન જ આપે.

જીવ૦—ચોખળું જમવાને બદલે હું કહું તે કરો, તો મારો જીવ ગતે જાય.

રઘના૦— તમે કહો તે કરીશું.

જીવ૦—જે ઠેકાણે મારા શરીરનો અગ્નિદાહ કરો, તે ઠેકાણે મારો મરણ સ્તંભ ચણાવવો, તેમાં એક આરસના પથરામાં હું કહું તે બાર દોહરા કોતરાવવા, તથા કાગળો છપાવીને ગામેગામ પહોંચાડવા, કે જેથી સઉના જાણવામાં આવે કે જીવરામભટ્ટનો જીવ મિથ્યાભિમાનથી ગયો છે.

રઘના૦—વારૂ, તે દોહરા લખાવો, તમારા કહ્યા પ્રમાણે કરીશું.

જીવ૦—દોહરાં લખાવે છે. રઘનાથભટ્ટ લખે છે. પછી વાંચી સંભળાવે છે (તે આગળના પ્રકરણમાં છે)


दोहरो.


माणसने अभिमानथी, मळे न कदिये मान;
उलटुं अपमान ज मळे, नकी ठरे नादान. ७१


अभिमाने दुख ऊपजे, अभिमाने जश जाय;
मिथ्या अभिमाने करी, जिवनुं जोखम थाय. ७२


अरे वृथा अभिमानमां, कशो मळे नहि माल;
मुज जेवा आ मुलकमां, हीणा थशे हाल. ७३


आ मिथ्या अभिमान छे, खरीज ऊंडी खाड;
पडे तेहना पंडनां, हरेक भांगे हाड. ७४


अरे वृथा अभिमानथी, सरे न एके अर्थ;
थाय मनुषमां मश्करी, उपजे अधिक अनर्थ. ७५


उपजे नहि अभिमानथी, अमृततणो उघाड;
अरे! वृथा अभिमान तो, झेर तणुं झाड. ७६


स्वाद नथी सद्गंध नथी, नथिरे पुष्प पराग.
अरे ! वृथा अभिमान तो. कहिये काळो नाग. ७७


अभिमानीने अंतरे, स्वपने पण नहि सुख;
थाय वृथा अभिमानथी, दावानळ सम दुःख. ७८


बहुधा उपजे बळतरा, अंगोअंग अथाग;
अरे! वृथा अभिमान छे, अदभुत बळती आग. ७९


मानो जो मारुं कह्युं, कहुं हुं ते धरजो कान;
धरि नरतन धरशो नही, मन मिथ्या अभिमान. ८०