પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડૉન જિયોવાની
૯૫
 

 એકલો પડતાં જ જિયોવાની ઝર્લિનાને વળગે છે: “તારા જેવી સુંદર છોકરી ગમાર રોંચાને કેવી રીતે પરણી શકે ? તું તો રૂપ રૂપનો અંબાર છે. જો, હું કેટલો દેખાવડો છું ! આજે રાત પડે એ પહેલાં હું તારી સાથે લગ્ન કરવાનું તને વચન આપું છું.” ત્યાં જ અચાનક એલ્વિરા પ્રવેશે છે અને જિયોવાનીને જોઈને ચોંકી જાય છે. એ “ઓ બદમાશ, લફંગા” એવી ચીસો પાડે છે અને કહે છે : “આ નિર્દોષ છોકરીને હું તારી ચુંગાલમાંથી બચાવીને જ જંપીશ.” જિયોવાની હાથમાં આવેલી ઝર્લિનાને જતી કરવા માંગતો નથી. ઝર્લિનાને એ કહે છે કે “આ એલ્વિરા તો પાગલ છે.” પણ ઝર્લિનાને જિયોવાનીથી છોડાવીને લઈ જવામાં એલ્વિરા સફળ થાય છે.

એકલો પડેલો જિયોવાની પોતાના નસીબને કૂટતો હોય છે ત્યાં જ એના પોતાના મંગેતર ઓતાવિયો સાથે પ્રવેશે છે. એ બંને હજી પિતાના ખૂનીને પકડીને બદલો લેવાની યોજનાઓ ચર્ચા રહ્યા છે. એના બોલે છે, “પિતાના ખૂનીને હું છોડવાની નથી, પણ રૂમાલ ઢાંકી રાખીને એણે પોતાનો ચહેરો બતાવ્યો નહિ તથા પિતા જોડે એણે તલવારબાજી કરી ત્યારે ડરીને હું ઘરમાં ભાગી આવેલી એટલે એ યુવાન કોણ હતો તે કેવી રીતે ખબર પડશે ?” ડૉન જિયોવાની વિનયપૂર્વક પોતાની ઓળખાણ આ યુગલને આપે છે તથા મરનારના ખૂનીને શોધી કાઢવામાં બનતી મદદ કરવાની પૂરી ખાતરી આપે છે. પણ એ જ વખતે એલ્વિરા પાછી પ્રવેશે છે અને ચીસાચીસ કરી મૂકી એનાને જિયોવાનીથી દૂર રહેવા ચેતવણી આપે છે, અને પછી ફરીથી જતી રહે છે. જિયોવાની એનાને અને ઑતાવિયોને કહે છે કે એલ્વિરાનું તો ચસકી ગયું છે. પછી ચિંતાતુર થયા હોવાનો ડોળ કરી એને શોધીને એની સારવાર કરવાનું બહાનું બતાવીને ગાયબ થઈ જાય છે. એ જ વખતે એનાના પગ અચાનક ઢીલા પડી જાય છે અને પોતે ઑતાવિયો પર ઢળી પડે છે. પછી હોશમાં આવીને બોલે છે : “હવે મેં આ માણસને ઓળખ્યો, એ જ પિતાનો ખૂની છે. એ કાળરાત્રીએ હું મારા રૂમમાં એકલી હતી