પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
મોત્સાર્ટ અને બીથોવન
 

ત્યારે પાછળથી આવીને મને એ જ વળગેલો. પહેલાં તો હું સમજી કે એ તું હતો, પણ પછી અજાણી ગંધ અને સ્પર્શથી હું ચોંકી ગઈ અને મેં બુમરાણ મચાવી ત્યાં જ એ બારણું ખોલીને બગીચામાં ભાગ્યો. ઘરમાં ને બહાર અંધારું હતું અને વધારામાં એણે મોં પર રૂમાલ ઢાંક્યો એટલે એ વખતે એનો ચહેરો ધ્યાનથી જોઈ શકી નહિ. અને અચાનક પિતાજી આવતાં હું પાછી ઘરમાં ભરાઈ ગઈ.” એના અને ઑતાવિયો - ચાલ્યાં જાય છે.

પછી લેપોરેલો અને જિયોવાની પ્રવેશે છે. લેપોરેલો કહે છે : “મેં ગામડિયાઓની જમાતને પુષ્કળ દારૂ પાયો. બધા ઢીંચીને મસ્ત બન્યા ત્યાં જ એલ્વિરા ઝર્લિના સાથે ત્યાં આવી અને તમને મોટેથી ગાળો ભાંડવી શરૂ કરી. માંડ માંડ એલ્વિરાને મેં ઘરની બહાર કાઢી અને પછી અંદરથી બારણું બંધ કર્યું.”

એ પછીના દૃશ્યમાં બગીચો દેખાય છે. એમાં માસેતો અને ઝર્લિનાના લગ્નની મિજબાનીમાં ગ્રામજનો મહાલતા નજરે પડે છે. લગ્નની આગલી જ સાંજે ફ્લર્ટ કરવા બદલ ઝર્લિનાને માસેતો ઠપકારે છે. ઝર્લિના જવાબ આપે છે : “એ રૂપાળા જુવાને મારાં વખાણ કર્યા એટલે હું પીગળી. બાકી હું તો નિર્દોષ છું, કારણ કે આખરે એનાથી છૂટીને જ જંપી. તને ગુસ્સો ચઢ્યો હોય તો તું મને માર. હું તારા મુક્કા સહન કરીશ.” ભલોભોળો માસેતો એને હસીને માફ કરે છે. ત્યાં જ લેપોરેલોને લઈને જિયોવાની આવે છે અને માસેતો સાથે સૌજન્યપૂર્વક વાતો શરૂ કરે છે. એટલામાં ઑતાવિયો, એના અને એલ્વિરા ચહેરા પર મહોરાં પહેરીને આવે છે. એલ્વિરા તરત જ ઝર્લિનાને ઓળખી જાય છે અને ઇશારાથી જિયોવાનીના નવા શિકાર તરીકે ઝર્લિનાનું ઑતાવિયો અને એનાને સૂચન કરે છે. લેપોરેલો માસેતોને પોતાની સાથે પરાણે યુગલનૃત્ય કરાવે છે એ જ વખતે તક ઝડપીને જિયોવાની ઝર્લિનાને લઈને અંદરના ઓરડામાં ઘૂસી જાય છે. થોડી જ વારમાં અંદરથી મદદ-બચાવ માટેની