પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




પ્રકરણ - ૫
કોસી ફાન તુત્તી


પાત્રો :

ફિયોર્દીલીગી ફેરારા નગરની એક કુળવાન છોકરી
ડોરાબેલા ફિયોર્દીલીગીની બહેન
ડૅસ્પિના એ બંનેની નોકરાણી
ફૅરાન્ડો ડોરાબેલાનો જુવાન પ્રેમી અને મંગેતર
ગુગ્લીમો ફિયોર્દીલીગીનો જુવાન પ્રેમી અને મંગેતર
ડૉન ઍલ્ફોન્સો વૃદ્ધ ફિલસૂફ

સ્થળ :

નેપલ્સ નગરમાં ઘટનાઓ સર્જાય છે.

અંક – 1

કોઈ એક કાફેમાં ડૉન ઍલ્ફોન્સો મિત્રો ફૅરાન્ડો અને ગુગ્લીમો સાથે છોકરીઓની જીવનસાથી પ્રત્યેની વફાદારી-પતિવ્રતાનો પ્રશ્ન ચર્ચી રહ્યો છે. આ બંને જુવાનોને ડોરબેલા અને ફિયોર્દીલીગીની વફાદારી અંગે પૂરો ભરોસો છે પણ ઍલ્ફોન્સો કહે છે કે એમ આંધળો વિશ્વાસ મૂકી ના શકાય. એ બંનેની પરીક્ષા લેવી જોઈએ. ડૅસ્પિનાને વિશ્વાસમાં લઈને એ બંને જુવાનો પોતાની મંગેતરોને જણાવે છે કે પોતાને બંનેને અચાનક તરત જ યુદ્ધમોચરે જવું પડે એમ છે. ઉગ્ર ઉચાટ સાથે અને ભારે હૈયે એ બંને પોતપોતાની પ્રેમિકાને આવજો કહી વિદાય લે છે. તરત જ ઍલ્ફોન્સો એ બંને બહેનોની ઓળખાણ બે જુવાન એલ્બેનિયન્સ સાથે કરાવે છે. એ બે જુવાની પહેલી જ

૧૦૨