પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
મોત્સાર્ટ અને બીથોવન
 


વાત સાચી છે કે આ સંપ્રદાયને ખ્રિસ્તી ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. પણ તે અરાજકતા ફેલાવતો સંપ્રદાય નથી. એ તો દરેક માનવીને પોતપોતાના દેશના તત્કાળ કાયદાકાનૂનને અનુસરવાનો, ભાઈચારાનો તથા ત્યાગ ને દાન કરવાનો આદેશ આપે છે.

પોપના પ્રતિબંધ છતાં આ સંપ્રદાય યુરોપમાં નિર્વિઘ્ને ચાલુ રહ્યો. એની વિયેના ખાતેની પહેલી લૉજ (કેન્દ્ર) 1742માં શરૂ થઈ. પણ 1780 પછી મારિયા થેરેસાનો પુત્ર જૉસેફ બીજો સત્તાધીશ બનતાં જર્મની અને ઑસ્ટ્રિયામાં એ મુશ્કેલીમાં મુકાઈ ગયો. વિયેનામાં એનાં બે જ લૉજ (કેન્દ્રો) બચ્યાં. આ લૉજમાં ફ્રીમેસનરી બુદ્ધિજીવીઓ વિચારોની આપલે કરતા. (વિયેનામાં પહેલું ફ્રીમેસનરી લૉજ 1742માં અસ્તિત્વમાં આવ્યું. પછી બીજું પણ આવેલું.)

પ્રાચીન ઇજિપ્તના દેવોની સાથે કહેવાતી પ્રાચીન ઇજિપ્શિયન વિધિઓ પણ આ સંપ્રદાયમાં સામેલ છે. એની સાથે સત્તરમી-અઢારમી સદીના ‘એઈજ ઑફ એન્લાઇટન્મેન્ટ’નાં માનવતાવાદી મૂલ્યોને પણ આ સંપ્રદાયમાં સ્થાન છે. માનવીનો આનંદ આ સંપ્રદાયનું મુખ્ય ધ્યેય છે.

મોત્સાર્ટના કેટલાક બુઝુર્ગ મિત્રો આ સંપ્રદાયના સભ્ય હતા : લેખક ડૉ. મૅસ્મર ગૅબ્લર, ફૉન ગૅમીન્જન, ફાન સ્વીટન અને ખનીજશાસ્ત્રી ઈગ્નેઝ ફૉન બૉર્ન. એ બધાની અસર હેઠળ મોત્સાર્ટને આ સંપ્રદાય પ્રત્યે આકર્ષણ જાગેલું. મોત્સાર્ટ આ સંપ્રદાયમાં 1784ના ડિસેમ્બરની ચૌદમીએ વિયેનીઝ લૉજ ‘ઝુર વૉલ્થાટિકીટ’*[૧]માં નોંધણી કરાવીને ઍપ્રેન્ટિસ તરીકે દાખલ થયો. આ સંપ્રદાયમાં ઍપ્રેન્ટિસ, ફેલો અને માસ્ટર એમ ત્રણ કક્ષાઓ હતી. મોત્સાર્ટ છેલ્લે માસ્ટર પણ બનેલો. એ લૉજના ગ્રાન્ડમાસ્ટર બૅરોન ઓટ્ટો ફૉન જેમીજેન્હોબર્ગને મોત્સાર્ટ્ પહેલી વાર 1778માં મેન્હીમમાં પૅરિસ


  1. * Beneficence – લાભ.