પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઝુબેરફ્‌લોટ (મેજિક ફ્‌લૂટ)
૧૦૭
 


જતાં પહેલાં મળેલો. બૅરોન લેખક હતો. એણે શેક્સપિયર ઉપરાંત અઢારમી સદીના ફ્રેંચ લેખકો રૂસો અને દિદેરોના જર્મન અનુવાદો કરેલા. એ મોત્સાર્ટનો ફૅન હતો. એણે મોત્સાર્ટની ઓળખાણ પૅરિસના એક કંપોઝર ફ્રાંસ્વા જૉસેફ ગોસેક સાથે કરાવેલી. ગૉસેક પણ ફ્રીમેસન હતો. ગૉસેકે 1778માં મેન્હીમમાં વૉલ્ત્તેરના નાટક ‘સેમિરેમિસ’ ઉપરથી બૅરોને લખેલા લિબ્રતો માટે ઑપેરા લખવા મોત્સાર્ટને સૂચવેલું. વળી ડૉ. મૅસ્મર ગૅબ્લરે ઑપેરા ‘થામોસ, ધ કિન્ગ ઑફ ઇજિપ્ત’નો લિબ્રેતો લખેલો. મોત્સાર્ટના પ્રભાવ નીચે સંગીતકાર જૉસેફ હાયડન 1785ના જાન્યુઆરીની સાતમીએ અને પિતા લિયોપોલ્ડ એ જ વર્ષના એપ્રિલની છઠ્ઠીએ ફ્રીમેસન સંપ્રદાયમાં દાખલ થયેલા.

ઉત્તરાવસ્થામાં લખેલી મોત્સાર્ટની ત્રણ કૃતિઓમાં સ્પષ્ટ ફ્રીમેસનરી પ્રતીકો જોવાનું વલણ વ્યાપક છે :

1. 1785માં લખેલું એનું ગીત ‘ઝુર ગેસેલેન્રેઇસે’ (k 468);
2. કૅન્ટાટા ‘ડાય મોરફ્રૂડે’ (k 471) (કડિયાઓનો આનંદ);
તથા
3. ઑપેરા ‘ઝુબેરફ્‌લોટ’.

કૅથલિક ચર્ચ ઉપરાંત ફ્રેંચ ક્રાંતિકારીઓની પણ ફ્રીમેસનરી પર કરડાકીભરી નજર હતી. અઢારમી સદીના છેલ્લા દાયકામાં અને ઓગણીસમી સદીના પ્રારંભમાં આ સંપ્રદાય લગભગ ભૂગર્ભમાં ચાલ્યો ગયો. એની ગતિવિધિઓ વધુ ગુપ્ત થતી ગઈ. ઑપેરા ‘ઝુબેફ્‌લોટ’ વડે શીકેનેડરે અને મોત્સાર્ટે એની ગુપ્ત વિધિઓ જાહેર કરી તેથી બીજા ફ્રીમેસન માણસોએ મોત્સાર્ટનું ખૂન કરાવેલું એવી વાયકાએ ઓગણીસમી સદીમાં ખાસ્સું જોર પકડેલું. આ ઑપેરાના પ્રીમિયર શોમાં પાપાજિનોનું પાત્ર ખુદ શીકેનેડરે ભજવેલું અને ગાયેલું. પરીકથા જેવી આ ઑપેરાની કથાનાં અર્થઘટનોની શક્યતા અનંત