પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
મોત્સાર્ટ અને બીથોવન
 


હોવાથી મોત્સાર્ટને ખાસ આકર્ષક લાગેલી. બીથોવનનો પણ આ પ્રિય ઑપેરા છે. લૉરેન્ઝો દિ પોન્તીના લિબ્રેતોવાળા મોત્સાર્ટના બીજા કૉમિક ઑપેરા બીથોવનને કદી ગમેલા નહિ. ગથે ‘ઝુબેરફ્`લોટ’થી એટલો પ્રભાવિત થયેલો કે એણે એના અનુસંધાનમાં નવા ઑપેરાનો લિબ્રેતો લખવો શરૂ કરેલો, પણ એ અધૂરો રહ્યો.

પાત્રો :

સારાસ્ત્રો સૂર્યનો પુરોહિત
તામિનો એક પરદેશી રાજકુમાર
અવાજ
રાતરાણી
પામીના રાતરાણીની પુત્રી
ત્રણ છોકરડા
ત્રણ સ્ત્રીઓ
પાપાજિનો એક પારધી
પાપાજિના એક છોકરી
મોનાસ્ટાટોસ એક મૂર

અંક - 1

એક સર્પના ડંખથી મૂર્ચ્છિત રાજકુંવર તામિનોને ત્રણ સ્ત્રીઓ સારવાર કરીને બચાવે છે, અને સર્પને મારી નાખે છે. તામિનો ભાનમાં આવે છે એટલે પાપાજિનો આવીને એને એણે પોતે જ બચાવ્યો એવી ખોટી ડંફાસ મારે છે. તેથી એને સજા કરવા માટે ત્રણે સ્ત્રીઓ ભેગી મળીને એના મોંમાં ડૂચા મારી ઉપર પટ્ટો બાંધી દે છે. પછી એ ત્રણે તામિનોને પામિનાનું ચિત્ર બતાવીને કહે છે કે, “જો, કેટલી સુંદર છોકરી છે ! પણ એને સારાસ્ત્રો અપહરણ કરીને ઉપાડી ગયો છે, તો તું એને બચાવી લાવ.” ત્યાં જ રાતરાણી