પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઝુબેરફ્લોટ (મેજિક ફ્લૂટ)
૧૦૯
 


પ્રકટ થાય છે અને વચન આપે છે કે તામિનો જો પોતાની પુત્રી પામિનાને બચાવી શકે તો પોતે પોતાની એ પુત્રીનાં લગ્ન તામિનો સાથે કરાવી આપશે. તામિનો એને બચાવવા નીકળી પડે એ પહેલાં પેલી ત્રણ સ્ત્રીઓ રક્ષણ માટે એને એક જાદુઈ વાંસળી આપે છે. પછી એ ત્રણે પાપાજિનોના મોંમાંથી ડૂચા દૂર કરી એને પણ તામિનોની સાથે મોકલે છે તથા પાપાજિનોને રક્ષણ માટે જાદુઈ ઘંટડી આપે છે.

પછીના દૃશ્યમાં સારાસ્ત્રોના મહેલમાં મોનોસ્ટાટોસ પામિનાને આજીજીઓ કરી કરીને ત્રાસ આપી રહ્યો છે. ત્યાં જ તામિનો આવીને મોનોસ્ટાટોસને ભગાડી મૂકે છે. પામિના અને તામિનો પહેલી નજરે જ એકમેકના ગાઢ પ્રેમમાં પડે છે. ત્રણ છોકરડા આવીને તામિનોને પ્રકૃતિ, તર્ક અને શાણપણ — એમ ત્રણ મંદિરોનાં દ્વાર સુધી લઈ જાય છે. પણ એ વખતે જંગલી જનાવરો તામિનોને ઘેરી વળે છે. જાદુઈ વાંસળી વગાડીને તામિનો એમને વશમાં કરે છે. મોનોસ્ટાટોસના ગુલામો પાપાજિનોને પકડી લે છે એટલે પાપાજિનો જાદુઈ ઘંટડી વગાડી એમને વશમાં કરીને છુટકારો પામે છે.

હવે સારાસ્ત્રો તામિનોને પકડી લે છે અને પામિનાને હુકમ કરે છે કે તું હવે કદી રાતરાણીને જોવા પામીશ નહિ.

અંક – 2

તામિનો અને પામિનાનું રક્ષણ ક૨વા માટે સારાસ્ત્રો ઇજિપ્તની દેવી આઇસિસ અને દેવ ઓસિરિસને પ્રાર્થના કરે છે. સારાસ્ત્રો એક ભલો માણસ છે એ જાણી તામિનોને સાનંદાશ્ચર્ય થાય છે. સારાસ્ત્રો એને એ પણ કહે છે કે રાતરાણી એક દુષ્ટ ડાકણ છે, એ પામિનાને મારી નાખવા ચાહે છે. પણ તામિનો અને પાપાજિનોએ પહેલી પરીક્ષા મૌન રહેવાની આપવી પડે છે. ત્રણે સ્ત્રીઓ એમને બોલવા માટે ખૂબ ઉશ્કેરે છે પણ બંને સંયમ રાખીને એક હરફ પણ કાઢતા